સુરતમાં માસુમ વિદ્યાર્થીના કપડા ઉતારી યૌનશોષણ કરનાર આચાર્યની પોલીસે જુઓ કેવી હાલત કરી

છેલ્લા કેટલાક સમય પહેલા સુરતમાંથી એક ઘટના સામે આવી હતી, જેમાં પુણા ગામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીના કપડા ઉતારી તેમનું યૌનશોષણ કરતા હોવાના કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જે બાદ ઘણી ચકચાર મચી જવા પામી હતી. આવા વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યારે હવે આખરે આ મામલે યૌનશોષણ કરનાર આચાર્યની અટકાયત કરવામાં આવી છે. પુણા વિસ્તારમાં આવેલ મનપા શાળા નંબર 300ના આચાર્ય નિશાંત વ્યાસની પોલિસ દ્વારા યૌનશોષણ મામલે અટકાયત કરવામાં આવી છે. આ પહેલા વિદ્યાથી સાથે યૌનશોષણનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ લોકો આચાર્ય માટે ફિટકાર વરસાવી રહ્યા હતા.

આ મામલે પોલિસે કાર્યવાહી કરી શનિવારે મોડીરાતે તેની અટકાયત કરી હતી. નિશાંત વ્યાસ સુરતમાં કોઈને મળવા માટે આવ્યો હતો અને આ બાતમીને આધારે પુણા પોલીસે તેને ઝડપી લીધો હતો. જણાવી દઇએ કે, આરોપી આચાર્યની પત્ની પણ ટીચર છે. પુણાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે વર્ષ 2018માં જાતીય સતામણી કરી હતી. નિશાંત વ્યાસે 14 વર્ષના વિદ્યાર્થીને પોતાને કેબિનમાં બોલાવી તેના કપડા ઉતારાવ્યા અને પછી અન્ય વિદ્યાર્થીને પોતાનો ફોન વીડિયો ક્લિપ ઉતારવા માટે આપ્યો.

જે બાદ પ્રિન્સિપાલની સાથે 5થી7 વિદ્યાર્થીઓ પીડિત વિદ્યાર્થીની મશ્કરી કરી કેબિનમાં દોડાવતા હતા. તેના કપડા પણ સંતાડી દેવાયા હતા. આ પહેલા આરોપી સામે ગુનો દાખલ થયો તેના બે દિવસ પહેલા તે ઘરેથી ભાગી ગયો હતો.આરોપી સુમુલ ડેરી રોડ પર આવેલા નિલકંઠેશ્વર સોસાયટીમાં રહે છે અને તેની પત્ની પણ ટીચર છે. પોલીસે પુરાવા પણ એકત્ર કર્યા હતા. પુણા પોલીસે નિશાંતને તેના ઘર બહારથી પકડી પાડ્યો હતો.

જોકે નિશાંત વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા હતા. જેના ભાગરૂપે પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આ મુદ્દો ચગ્યો હતો અને સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગુંજયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ તો પોલીસે આચાર્યની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હવે આચાર્યની ધરપકડ બાદ પોલીસ તપાસમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ છે.

Shah Jina