હત્યાના પ્રયાસ અને લૂંટના ગુન્હામાં સંડોવાયેલા આ ફેમસ ભુવાજીને પોલીસે આણંદમાંથી ઝડપી પાડ્યો, ફિલ્મી સીન જેવા સર્જાયા દૃશ્યો

15 મહિનાથી પોલીસની પકડથી નાસતા ફરતા હત્યા અને લૂંટના આરોપી એવા ભુવાની પોલીસે કરી લીધી ફિલ્મી સ્ટાઇલથી ધરપકડ, જુઓ સમગ્ર મામલો

Arrest of Filmi Style Bhuwa : ગુનેગારો પર પોલીસ હંમેશા ચાંપતી નજર રાખતી હોય છે. ઘણા ગુનેગારો પણ પોલીસથી છુપાઈને ફરતા હોય છે અને તેના માટે તે વેશ પલટો પણ કરી દેતા હોય છે. પરંતુ પોલીસ પણ આવા ગુનેગારોને ઝડપી લેવા ફિલ્મી રીતો પણ અપનાવે છે. હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે, જેમાં હત્યા અને લૂંટના ગુન્હામાં સંડોવાયેલા એક આરોપી ભુવાજીને ઝડપી પાડવામાં માટે પોલીસે ફિલ્મી ઢબ અપનાવી અને ભુવાજીની ધરપકડ પણ કરી લીધી.

15 મહિનાથી હતો ફરાર :

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં 24 હજાર જેટલા ફોલોઅર્સ ધરાવનારા એવા ભુવાજી રવિરાજ રાજુભાઈ રાઠોડની પોલીસ ફિલ્મી ઢબે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ ડેસર પોલીસ મથકમાં સાવલીના એક પત્રકાર પર જીવલેણ હુમલો કરવાનો અને લૂંટ કરવાનો આરોપ હતો અને તે છેલ્લા 15 મહિનાથી ફરાર હતો. જેને પોલીસ શોધી રહી હતી અને આખરે આરોપી ભૂવો સાવલીમાં તાંત્રિક વિધિ માટે આવવાનો હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કવોર્ડે ફિલ્મી ઢબે પીછો કરી અટકાયત કરી.

પત્રકાર પર કર્યો હતો જીવલેણ હુમલો :

આરોપી વિરુદ્ધ ગત 27-11-2022ના રોજ સંદીપભાઈ જેસડિયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે રવિરાજે તેમની કારણો પીછો કર્યો અને શિહોરાથી રાણીયા વચ્ચે કાર રોકીને ડંડાથી કારના કાચ ફોડી નાખ્યા હતા. સાથે જ તેમના પર તલવારથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી. આ સાથે જ ફરિયાદીનો મોબાઈલ, સોનાની 10 ગ્રામની ચેઇનજેની કિંમત 57,300 હતી તે લઈને ફરાર થઇ ગયો હતો.

ફિલ્મી ઢબે ધરપકડ :

ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી ભુવો સાવલીના ભમ્મર ઘોડા મંદિરમાં તાંત્રિક વિધિ માટે આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ થતા જ તે ભુવાને પકડવા માટે ગઈ પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેના બાદ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમને જાણ કરતા તે રસ્તામાં ઉભા રહ્યા અને ચોક્કસ બાતમીના આધારે આણંદની ચિખોદરા ચોકડી પાસેથી જ ભુવાની ફિલ્મી ઢબે ધરપકડ કરી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel