ખબર ફિલ્મી દુનિયા

ભારતી સિંહ બાદ હજુ એક દિગ્ગજની પણ ધરપકડ, નામ સાંભળીને હોંશ ઉડી જશે

ડ્રગ્સ મામલામાં NCB છેલ્લા 3 મહિનાથી સતત કાર્યવાહી કરી રહી છે અને ગઈકાલે શનિવારે મુંબઈ(Mumbai)માં NCB ની ટીમે ભારતની સૌથી મોટી કોમેડિયન અને અભિનેત્રી ભારતીને એરેસ્ટ કરી લીધી છે. તેનો હસબન્ડ હર્ષની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

ભારતીને ગઈકાલે રાત્રે NCB ઓફિસમાં રાખવામાં આવી હતી. આજે એટલે કે રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે. NCB ભારતી અને હર્ષના મેનેજર અને સર્વેન્ટનું પૂછપરછ કરી રહી છે. બંનેએ કપલે જ્યાંથી ડ્રગ્સ મંગાવ્યું હતું તે તમામ માહિતી પણ NCB દ્વારા મેળવવામાં આવી છે. જો કે કોર્ટમાં હાજર કરતા પહેલા બંનેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર 86.5 ગ્રામ ગાંજો રાખવાના આરોપમાં પકડવામાં ભારતી સિંહને પકડવામાં આવી હતી બંનેને આજે રવિવારે થોડાં કલાકોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરતા પહેલાં મેડિકલ માટે લઈ જવામાં આવશે. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભારતીની સદા ત્રણ કલાક પૂછપરછ કર્યા પછી હિરાસતમાં લીધી હતી. તો તેના પતિ હર્ષ લિંબાચિયાની છેલ્લાં 16 કલાકથી પૂછપરછ ચાલી રહી હતી. NDPS એક્ટની કલમ 1986 મુજબ ધરપકડ કરવામાં આવેલી ભારતીને NCBના મહિલા સેલમાં આખી રાત રાખવામાં આવી. આ બંને ઉપરાંત ભારતીના હોમ સ્ટાફની પણ NCB પૂછપરછ કરી રહી છે.