EDની પૂછપરછમાં તૂટી ગઈ અર્પિતા મુખર્જી, કહ્યું, “આ બધા જ પૈસા પાર્થ ચેટર્જીના હતા, મને તો રૂમમાં જવાની પણ ….જુઓ બીજું શું કહ્યું

પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ મામલામાં ED દ્વારા ઠેર ઠેર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે, ત્યારે EDના રડારમાં આવેલા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા અને તેના ઘરેથી ખુબ જ મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી છે.  જેના બાદ ED હવે અર્પિતાની પુછપરછ કરી રહી છે અને તેને ઘણા બધા રહસ્યો ઉજાગર પણ કર્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ED સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતા મુખર્જીએ EDને જણાવ્યું છે કે બંને ફ્લેટમાંથી રિકવર કરાયેલા પૈસા પાર્થો ચેટરજીના છે. અર્પિતાનો દાવો છે કે પાર્થ ચેટર્જી દ્વારા મોકલવામાં આવેલા લોકો આવીને તે રૂમમાં પૈસા મુકતા હતા. પાર્થ ચેટર્જી પણ તે ફ્લેટમાં આવતો હતો અને રૂમમાં રાખેલા પૈસા ચેક કરતો હતો. અર્પિતાનો દાવો છે કે જે પૈસા રાખવામાં આવ્યા હતા તે વિશે તેને કોઈ જાણકારી નહોતી પરંતુ તે જાણતી હતી કે પૈસા રાખવામાં આવ્યા છે.

અર્પિતા મુખર્જીએ એવો પણ દાવો કર્યો હતો કે જ્યાં પૈસા રાખવામાં આવ્યા હતા તે રૂમમાં તેમને પ્રવેશવાની મંજૂરી નહોતી. અર્પિતાના બેલઘરિયા ટાઉન ક્લબમાં અર્પિતાના ઘરેથી અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાથી વધુની રોકડ, 56 લાખ રૂપિયાનું વિદેશી ચલણ મળી આવ્યું છે. આ ઉપરાંત લગભગ 2 કરોડ 76 લાખ રૂપિયાની કિંમતના સોનાની લગડીઓ અને ઘરેણાં પણ મળી આવ્યા છે.

EDએ અર્પિતાના બેલઘરિયા ટાઉન ક્લબના બે ફ્લેટમાંથી એક ફ્લેટ પણ સીલ કરી દીધો છે. બુધવારે અર્પિતાના ફ્લેટમાંથી રિકવર કરાયેલા પૈસા લેવા માટે ED અધિકારીઓને 20 ટ્રંક એટલે કે મોટા બોક્સ લેવા પડ્યા હતા. જો કે, શિક્ષક ભરતી કૌભાંડની તપાસ હજુ ચાલી રહી છે અને જે રીતે બાબતો બહાર આવી રહી છે તે મુજબ પૈસા મેળવવાની પ્રક્રિયા ક્યારે બંધ થશે અને આ સમગ્ર કૌભાંડના વર્તુળમાં કેટલા લોકો આવશે તે કહી શકાય નહીં.

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં EDની કબૂલાતમાં અર્પિતા મુખર્જીએ કહ્યું છે કે રિકવર થયેલા તમામ પૈસા પાર્થ ચેટરજીના પૈસા છે. તેણે દાવો કર્યો હતો કે તેના જ માણસો અહીં પૈસા લાવતા હતા. મળતી માહિતી મુજબ, અર્પિતા મુખર્જી ગત રાતથી રડી રહી છે. EDની પૂછપરછ બાદ તે ભાંગી પડી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે મોડી રાત્રે સૂતી હતી. પોતાને નિર્દોષ ગણાવતા તેણે કહ્યું કે મને આ અંગે કંઈ ખબર નથી. મને એ રૂમમાં પ્રવેશવાની પણ પરવાનગી નહોતી.

Niraj Patel