મનોરંજન

સલમાન ખાને ભેટમાં આપેલી ગાડી વેચી રહી છે બહેન અર્પિતા, આ કિંમત આપીને ગાડી થઈ શકે છે તમારી

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા પોતાની BMW 730Ld M-Sport વેચવા જઈ રહી છે. આ કાર સલમાન ખાને બહેન અર્પિતાને દીકરા અહિલના જન્મ બાદ ભેટમાં આપી હતી. અર્પિતાએ આ BMW 730Ld M-Sportને લક્ઝરી માર્કેટ પ્લેસ બિગ બોય ટોય વેબસાઈટ પર લિસ્ટ કરી છે. આ કારની કિંમત 75 લાખ રૂપિયા છે.

Image Source

વેબસાઈટ અનુસાર, આ કાર 11,500 કિલોમીટર ચાલેલી છે. આ કાર 2016નું મોડલ છે એટલે કે ગાડી લગભગ 3 વર્ષ જૂની છે. પણ આ કાર એકદમ નવી જેવી જ દેખાય છે. પણ અર્પિતા આ કાર કેમ વેચી રહી છે એ વિશે હજુ કોઈ જાણકારી નથી. નવી BMW 730Ld M-Sportની એક્સ શોરૂમ કિંમત 1.35 કરોડ રૂપિયા છે.

Image Source

આ કારની માલિક અર્પિતા ખાન છે પણ કારનું રજિસ્ટ્રેશન સલમાન ખાનના પિતા ખાનના નામ પર છે. આ કારમાં અર્પિતા અને તેના પતિ આયુષ શર્માને ઘણીવાર ફરતા જોવામાં આવ્યા છે. આ કાર આરામદાયક હોવાની સાથે સાથે પાવરફુલ પણ છે.

Image Source

આ BMW 7 સિરીઝનું ડીઝલ વેરિયંટ છે જે બધા જ હાઈટેક ફીચર સાથે આવે છે. આ કારમાં 3.0 લીટર, ઇનલાઇન 6 સિલેન્ડર ડીઝલ એન્જીન લાગેલું છે, જે 4,000 rpm પર 265 bhpનો પાવર અને 2,000 rpm પર 620 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. આ M-Sport બોડી કીટ સાથે આવે છે.

Image Source

આ કારમાં BMWના રિવોલ્યુશનરી લેઝર હેડલેમ્પસ છે, જે લાંબી રેન્જવાળી બીમ આપે છે. આ સિવાય પણ આ ગાડીમાં ઘણા ફીચર્સ છે, અને તેના ફીચર્સની લાંબી યાદી છે. રેગ્યુલર વેરિયંટ 7-સિરીઝની સરખામણીમાં આ અલગ દેખાય છે અને આમાં બધા જ બદલાવ સ્પોર્ટી લૂક આપે છે. ડિઝાઈનની વાત કરીએ તો ડિઝાઇન ફ્રન્ટ બમ્પર, સાઈડ સ્કર્ટ્સ અને રિયર બમ્પર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks