બોલીવુડના દબંગ એવા સલમાન ખાનની બહેન અર્પિતાએ સલમાનના જન્મ દિવસે જ બાળકીને જન્મ આપી સલમાનની ખુશીમાં વધારો કર્યો હતો, સલમાન ખાન પણ મામા બનવાની ખુશીમાં ઝૂમી ઉઠ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આ સમાચાર ખુબ જ તેજીથી ફેલાય હતા અને અર્પિતા તેમજ તેની બાળકીના ફોટા જોઈને પણ સલમાનની ક્યૂટ ભાણીના વખાણ કર્યા હતા.
View this post on Instagram
સલમાનની ભાણીનું નામ અર્પિતા અને આયુષ શર્માએ ‘આયત’ રાખ્યું છે. આયતના જન્મ પછી તેના પિતા આયુષ દ્વારા પોતાના ચાહકો સમક્ષ દીકરીના ફોટા પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેને ચાહકોએ ખુબ જ પસંદ પણ કર્યા હતા. હાલમાં જ આયુષ દ્વારા દીકરીનો બીજો એક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ ફોટાને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ફોટા સાથે આયુષ્ય કેપશનમાં “હેપ્પી ફેસેજ” પણ લખ્યું છે.
View this post on Instagram
આ ફોટામાં આયૂષની પત્ની અર્પિતા ખાન શર્મા, દીકરા શર્મા અને દીકરી આયત શર્મા સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટાની અંદર અર્પિતા બંને બાળકોને પોતાના ખોળામાં લઈને રમાડી રહી છે. બંને બાળકોના ગાલ ઉપર ચુંબન આપી રહી છે. આ ફોટામાં અર્પિતા પણ ખુબ જ ખુશ નજરે આવે છે. આ ફોટા જોતા સ્પષ્ટ પણે કહી શકાય કે અર્પિતા માતૃત્વને ખુબ જ સારી રીતે માણી પણ રહી છે.
View this post on Instagram
અર્પિતા અને સલમાન ખાનના જીજાજી અગ્નિહોત્રીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી, સાથે જ અતુલે એક ફોટો વિડિઓ સ્ટોરી પણ પોસ્ટ કરી હતી. આ ફોટામાં અર્પિતા અને બંને બાળકો વચ્ચેની કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે અને ચાહકોને આ ખુબ જ પસંદ પણ આવી રહ્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.