ખબર મનોરંજન

સલમાનની બહેન અર્પિતાની દબંગાઈ, દુબઈની હોટલમાં તોડી રહી છે પ્લેટ, વાયરલ વિડીયોમાં થઇ રહી છે ટ્રોલ, તમે પણ જુઓ

આવો કેવો ટ્રેન્ડ? સલમાનની બહેને દુબઈમાં પ્લેટ તોડી, શિલ્પા શેટ્ટી પણ આ મામલે ટ્રોલ થઇ ચુકી છે- લોકોએ હડફેટે લીધી આ પૈસાનો ઘમંડ છે?

અભિનેતા સલમાન ખાનને લોકો દબંગ અભિનેતા તરીકે ઓળખે છે, ત્યારે તેની સૌથી લાડલી બહેન અર્પિતાની પણ દબંગાઈ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. દુબઈની એક હોટલમાં એક પછી એક પ્લેટ તોડતો અર્પિતાનો વીડિયો જોઈને હવે લોકો તેને ટ્રોલ પણ કરવા લાગ્યા છે.

Image Source

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો અર્પિતાનો આ વીડિયો થોડો જૂનો છે, પણ આજકાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં અર્પિતાનું પ્લેટ તોડવાનું કારણ પણ જાણીને તમને નવાઈ લાગશે.

Image Source

એક ગ્રીક પરંપરા અનુસાર પ્લેટને તોડવી શુભ માનવામાં આવે છે. એંશીએન્ટ ગ્રીક ક્લચર પ્રમાણે પ્લેટ્સ તોડવી એક પરંપરા છે અને ઘણા રેસ્ટોરન્ટમાં આમ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી બુરાઈ દૂર થઇ જાય છે અને ખુશનસીબી આવે છે. સલમાન ખાનની લાડલી બહેન અર્પિતાએ પણ આ ટ્રેડિશન ઉપર હાથ અજમાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

અર્પિતાનો આ જૂનો વિડીયો હવે ફરીથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે દુબઇ ટ્રીપ દરમિયાન પ્લેટ તોડતી નજર આવી હતી. તે પોતાના મિત્રો સાથે ટેબલ ઉપર બેઠી હતી અને પ્લેટ ફેંકી રહી હતી. તો વિડીયોના બીજા ભાગની અંદર બીજા મિત્રો પણ પ્લેટ તોડતા નજર આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Jasus007 (@jasus007)

હવે આ વિડીયોને લઈને ઘણા લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ જેટલા રૂપિયાની તેમને પ્લેટ તોડી છે તેટલા રૂપિયા કોઈ ગરીબને આપ્યા હોય તો ? આવા જ ઘણા અવનવા ટ્રેન્ડને સેલેબ્રિટીઓ ફોલો કરતા હોય છે.

આ પહેલા પણ એકવાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી પ્લેટ તોડવાને લઈને ટ્રોલ થઇ હતી, તેને કોઈ પરંપરા માટે નહિ પરંતુ વાસણ ઘસવા ના પડે તે માટે થઈને પ્લેટ તોડી હતી. જેનો વિડીયો પણ ઘણો જ વાયરલ થયો હતો.