જમ્મુ-કાશ્મીરમાં સેનાની ટ્રક ખીણમાં ખાબકી, 4 જવાનનાં મોત, 2 ઘાયલ, વીડિયો જોઈને હચમચી જશો

ભારતીય સેનાના જવાનો માટે ખીણ ખતરો બની છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારે બપોરે સેનાની એક ટ્રક ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 4 જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય 2 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટના જિલ્લાના એસકે પાઈન વિસ્તારમાં થઈ હતી. અહીં ટ્રક રસ્તા પરથી લપસીને ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ છે. સેનાના પ્રવક્તા થોડા સમય પછી ઘટનાની વિગતો જાહેર કરી શકે છે. બાંદિપોરામાં સેનાના જવાનોને લઈ જતી ટ્રક જ્યારે સદર કૂત પાયેન એરિયામાં ખતરનાક વળાંક પર પહોંચી ત્યારે ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે તે પહાડ પરથી નીચે પટકાઈ ઊંડી ખીણમાં ગબડી પડી હતી.

20 દિવસમાં સેનાના વાહનનો ત્રીજો અકસ્માત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 દિવસમાં આ ત્રીજો કિસ્સો છે જ્યારે સેનાના વાહનને અકસ્માત નડ્યો હોય. અગાઉ 24 ડિસેમ્બરના રોજ, પૂંછ જિલ્લામાં આર્મી વાન 350 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. વાનમાં 18 સૈનિક હતા, જેમાંથી 5નાં મોત થયાં હતાં.

Twinkle