દેશના સૌથી મોટા દુઃખદ સમાચાર: ખીણમાં ખાબકી આર્મીની ટ્રક, 16 જવાન શહીદ, તસવીરો આવી સામે

નોર્થ સિક્કિમમાં 23 ડિસેમ્બર શુક્રવારના રોજ સેનાના ટ્રકનો અકસ્માત થયો છે, જેમાં 16 જવાન શહીદ થયા છે. આ અકસ્માતમાં ચાર જવાન ઘાયલ પણ થયા છે. ભારતીય સેનાએ નિવેદનમાં કહ્યુ કે, 23 ડિસેમ્બર 2022ના રોજ જેમા, નોર્થ સિક્કિમમાં સેનાના એક ટ્રકનો અકસ્માત થયો. આ દુખદ રોડ દુર્ઘટનામાં ભારતીય સેનાના 16 જવાને પોતાનો જીવ ગુમાવ્યો.

સૈનાએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનોના કાફલાનો હિસ્સો હતો, જે સવારે ચટનથી થંગુ તરફ આગળ વધી રહ્યુ હતુ. જેમાના રસ્તામાં વાહન એક તીવ્ર વળાંક પર સ્લિપ થઇ ગયું અને નીચે ખીણમાં પડ્યુ. દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે દુર્ભાગ્યવશ, ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. દુઃખની આ ઘડીમાં ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. ઉત્તર સિક્કિમ ખૂબ જ જોખમી વિસ્તાર છે. આ વિસ્તાર આ દિવસોમાં સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલો છે.

દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “ઉત્તર સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સૈન્યના જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું. રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે ખૂબ જ આભારી છે. પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.”

Shah Jina