મધદરિયે અચાનક હવામાં ઉડવા લાગ્યો સેનાનો જવાન? લોકોને આવી હનુમાનજીની યાદ

હનુમાનજીની જેમ હવામાં ઉડતા આ જવાનનો વીડિયો જોઈ લોકોના ઉડ્યા હોંશ

સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન એટલુ બધુ આગળ વધી ગયું છે કે રોજે રોજ નવી નવી શોધ થતી રહે છે. ક્યારેય વિજ્ઞાનીઓ દ્વારા એવી શોધ કરવામાં આવે છે જેના વિશે જાણીને આપણે આશ્ચર્યમાં પડી જઈએ છીએ. આમ તો હવામાં ઉડવુ દરેક માનવીનું સપનુ હોય છે પરંતુ દરેક માટે એ સપનુ સાકાર કરવું શક્ય નથી હોતુ.

આપણે રામાયણ ધારાવાહિકમાં ભગવાન હનુમાનને ઉડતા જોયા હતા. જેઓ સમુદ્ર પર ઉડીને લંકામાં જાય છે, ત્યારે આપણને પણ વિચાર આવે કે આપણે ઉડી શકીએ તો કેવુ સારૂ. હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમા એક સૈનિક મધદરિયે હવામાં ઉડતો જોવા મળે છે. જેને જોઈને લોકોને પવનપુત્રની યાદ આવી ગઈ.

રામાયણમાં તો હનુમાનજી પોતાની આધ્યાત્મિક શક્તિથી હવામાં ઉડ્યા હતા પરંતુ હાલમાં વિજ્ઞાન દ્વારા કેટલાક યંત્રો બનાવવામાં આવ્યા છે જેના દ્વારા વ્યક્તિ હવામાં ઉડી શકે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા.

આ વીડિયોમાં જોવા મળે છે કે સમુદ્રમાં સેનાનું એક જહાજ તરી રહ્યું છે. તેની એકદમ પાછળ એક નાની હોડી જોવા મળે છે. આ નાવમાં સેનાના કેટલાક જવાનો સવાર હોય છે. ત્યારબાદ આ નાની નાવમાંથી સેનાનો એક જવાન અચાનક હવામાં ઉડવા લાગે છે. આ જવાન હવામાં ઉડીને મોટા જહાજના ચક્કર પણ કાપે છે. ત્યારબાદ તે મોટા જહાજમાં આરામથી નીચે ઉતરે છે. આ વીડિયોને એક IAS ઓફિસર ડો, એમવી રાવે શેર કર્યો છે. તેમણે વિડિયોના કેપ્શનમાં લખ્યું કે, કદાચ હુ આવી રીતે હવામાં ઉડી શકતો હોત.

જેવો આ વીડિયો સોશિયલ મીડિયો પર અપલોડ થયો ત્યારથી લોકો તેના દિવાના થયા છે અને હજારો લોકો તેના પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને જોઈને લોકોને કળિયુગમાં ત્રેતાયુગ જેવી ફિલિંગ આવવા લાગી. લોકો કહી રહ્યા છે કાળા માથાનો માનવી ગમે તે કરી શકે છે.

YC