...
   

“પોલિસ સેનાની બાપ છે..” આર્મી જવાનના કમાંડોને પોલિસે નિર્વસ્ત્ર કરી માર્યા, જાણો સમગ્ર મામલો

રાજસ્થાનમાં એક સર્વિંગ આર્મી ઓફિસર સાથે કેટલાક પોલીસકર્મીઓ મારપીટ કરી હતી, જ્યારે આ વાતની જાણકારી રાજસ્થાન સરકારના મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડને થઇ તો તેઓ સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસકર્મીઓને જોરદાર ઠપકો આપ્યો. તેમણે પૂછ્યું કે પોલીસકર્મીઓએ સેનાના જવાન સાથે કેવી રીતે મારપીટ કરી ? તેમણે આ કેસમાં સામેલ તમામ પોલીસકર્મીઓની માનસિક સ્થિતિની તપાસ કરવા જણાવ્યું હતું.

તેમણે આર્મી જવાન પર થયેલા હુમલા અંગે ડીજી અને પોલીસ કમિશનર સાથે પણ વાત કરી. તેમની ફટકાર બાદ જયપુર પોલિસ કમિશ્નરે પોલિસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી અને એક સબ-ઇંસ્પેક્ટર તેમજ ચાર પોલિસકર્મીઓને લાઇન હાજિર કર્યા. રાજ્યવર્ધન સિંહ રાઠોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોલિસકર્મીઓને ફટકાર લગાવતા જોઇ શકાય છે.

તેમણે કહ્યુ- બેસિક મેનર તમે નથી શીખી કે વર્દીનો કોઇ અલગ રોબ થઇ ગયો છે. કોઇ ધૈર્ય, કંઇ છે, કોઇ જનતાની સેવા મનમાં છે ? કે દાદાગીરી છે. આર્મી જવાનનો આરોપ છે કે તેની સાથે બેરહેમીથી મારપીટ કરવામાં આવી હતી. કથિત રૂપથી કપડા ઉતારી આર્મી જવાન સાથે મારપીટ કરવામાં આવી હતી. મીડિયા સાથએ વાતચીતમાં મંત્રી રાઠોડે જણાવ્યુ કે- પોલિસકર્મીઓએ આર્મી જવાનને શું કહ્યુ હતુ. “પોલિસ આર્મીની બાપ છે” તેમણે કહ્યુ કે આ ખૂબ જ ગંભીર વાત છે.

મંત્રીએ કહ્યુ કે- તેમને રાજસ્થાન પોલિસ પર પૂરો વિશ્વાસ છે કે આવું કરવાવાળા (આર્મી જવાન સાથે મારપીટ) પોલિસકર્મીઓની માનસિક તપાસ કરાવશે, સારવાર પણ કરાવશે અને કાર્યવાહી પણ કરશે. આવા લોકો સમાજ માટે ખતરો છે જે આવી માનસિકતા રાખે છે અને જે કાનૂનનું પાલન કરે છે તેના પર વર્દીનો રોબ બતાવવો એ કાયરતા છે.

Shah Jina