મોંઘવારીના જમાનામાં માત્ર 500 રૂપિયા ખર્ચ કરી સેના મેજર અને સિટી મેજિસ્ટ્રેટે કર્યા લગ્ન, લોકોને આપ્યો સંદેશ

500 રૂપિયા ખર્ચ કરી પતિ-પત્ની બન્યા મેજર અને મહિલા જજ, લોકો માટે બન્યા મિસાલ…જીત્યુ દિલ

મોંઘવારીના જમાનામાં કોઇ પણ તેમના લગ્નને સ્પેશિયલ બનાવવા માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેતા હોય છે. માત્ર ચમક ધમક અને શો-ઓફ કરવામાં પૈસાને પાણીની જેમ વહાવી દેવામાં આવે છે. આ વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ખરેખર એક મિસાલ છે. એક સેના મેજર અને સિટી મેજિસ્ટ્રેટે માત્ર 500 રૂપિયા ખર્ચ કરી લગ્ન કર્યા અને તેઓ પતિ-પત્ની બની ગયા. ના કોઇ બેંડ-બાજા કે ના કોઇ જાનૈયા જે પૈસા ખર્ચ કરવામાં આવ્યા તે ફૂલ-માળા અને મિઠાઇ પર જ કરવામાં આવ્યા છે.

ભોપાલની રહેવાસી શિવાંગી જોશીએ પોતાના જ શહેરના રહેવાસી મેજર અનિકેત ચતુર્વેદી સાથે કોર્ટ મેરેજ કર્યા. સાદગીને કારણે તેમને બધા સલામ કરી રહ્યા છે. બંને પરિવારવાળાની અનુમતિ બાદ સમાજને એક સંદેશ આપવા માટે જિલ્લા કોર્ટમાં બંનેએ લગ્ન કર્યા હતા. જે બાદ જજ સામે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યુ.

અનિકેત વર્તમાનમાં લદ્દાખમાં તૈનાત છે. જયારે શિવાંગ ધારમાં સિટી મેજિસ્ટ્રેટના પદ પર સેવા આપી રહી છે. બે વર્ષ પહેલા બંનેનો સંબંધ નક્કી થયો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેમના લગ્ન સતત પાછળ જતા હતા. શિવાંંગીએ જણાવ્યુ કે, વધતી મોંધવારી વચ્ચે સમાજને સંદેશ આપવા માંગત હતા.

લગ્નમાં કરોડો ખર્ચ કરો તો પણ તે ઓછા છે અને મંદિર-કોર્ટમાં લગ્ન કરી લો ત્યારે પણ વાત એ  જછે. મારુ લોકોને નિવેદન છે કે, જો તમારી પાસે પૈસા વધારે છે તો બીજાની મદદ કરો. લગ્નમાં ખોટો ખર્ચ કરવાથી કોઇ મતલબ નથી. સાથે જ પરિવારની હાજરીમાં જ લગ્ન કરો, કારણ કે કોરોના હજી ખત્મ થયો નથી.

Shah Jina