લગ્નમાં નાચતી વખતે મોંમાં ફટાકડો રાખી ફોડી રહેલા સેનાના જવાનનું મોત, ચહેરાના ઉડી ગયા ચીથડા

ભત્રીજીના લગ્નમાં નાચતા નાચતા આર્મી જવાને મોઢામાં નાખી રોકેટ ફોડતાં ધમાકો થયો, મોઢામાં બ્લાસ્ટ થતાં ચહેરાના ચીથડા ઉડી ગયા…

Madhya Pradesh Army Jawan Death : લગ્ન સમારોહ દરમિયાન અવારનવાર અકસ્માતના અહેવાલો સામે આવે છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સેનાના જવાનનું ડાન્સ કરતી વખતે મોત થયું છે. વાસ્તવમાં ખુશીના અવસર પર નાચતી-ગાતી અને ફટાકડા ફોડતી વખતે જવાને રોકેટ મોંમાં રાખીને સળગાવી દીધું અને તે પછી જે થયું તે જોઈને તો બધા ચોંકી ગયા. આ ઘટના સોમવારે રાત્રે બની હતી જ્યાં એક ગામમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો,

જેમાં જમ્મુ-કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના જવાન નિર્ભય સિંહ પણ રજા લઇ પહોંચ્યા હતા. તે જ દરમિયાન જલોખ્યામાં જ પરિચિત મોહન બિલવાલના પુત્ર બબલુના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. પરિવારના લોકો ખુશીથી નાચી રહ્યા હતા. આ વચ્ચે સૈનિક નિર્ભય સિંહ નાચતા હાથમાં એક રોકેટ લઇને આવ્યા અને તેને સળગાવ્યુ, તે ઉપરથી પૂરુ સળગી ગયુ હતુ અને થોડી જ વાર પછી બીજુ રોકેટ અચાનક મોમાં રાખી લીધુ અને તે ફાટી ગયુ.

રોકેટના બ્લાસ્ટમાં સૈનિક નિર્ભય સિંહના ચહેરાના ખરાબ રીતે ચીથડા ઉડી ગયા હતા. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું. અચાનક બનેલી આ ઘટના બાદ કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ. જે બાદ સૈનિકના દેહને લઈને સંબંધીઓ નજીકની હોસ્પિટલ પહોંચ્યા, પણ તેને મૃત જાહેર કરાયો. સૈનિકના સમાચાર મળતા જ ઈન્દોરથી એફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસમાં લાગી ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે મિત્રોની ઉશ્કેરણી પર સૈનિકે રોકેટને મોઢામાં રાખીને સળગાવી દીધું હતું.

નિર્ભય સિંહના પિતા ભારતીય સેનામાં હતા અને જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટેડ હતા. તે એક મહિનાની રજા લઈને 2 એપ્રિલના રોજ ધાર જિલ્લામાં આવેલા તેના ગામમાં આવ્યો હતો. તેના પરિચિત મોહન બિલવાલના પુત્ર બબલુના સોમવારે લગ્ન હતા. જ્યાં આ અકસ્માત સર્જાયો. અમઝેરા પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે નિર્ભય સિંહ સેનામાં તૈનાત હતા. ગામમાં ભત્રીજાના લગ્ન વખતે બાના નીકળતા હતા. ત્યારે જ તેણે હાથમાં રોકેટ છોડ્યું અને બીજુ દાંતમાં દબાવીને દોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન મોઢામાં જ રોકેટ ફૂટી ગયુ અને તેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

Shah Jina