સોમવારે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના કેરી બટ્ટલ સેક્ટરમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં વડોદરાનો ૨૪ વર્ષીય આર્મીનો જવાન શહીદ થયો. શહીદના પરિવારને આ વાતની જાણ થતા જ તેમના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

માહિતી અનુસાર, અખનૂર વિસ્તારમાં J&K 18 રાઈફલ્સ સાથે ફરજ બજાવતો મોહમ્મદ આરીફ શફી આલમ પઠાણ કેરી બટ્ટલ સેક્ટરમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયો હતો. તેમના પરિવાર પર આ ખબર પછી દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.
જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુર સેક્ટરમાં ત્રાસવાદીઓ સાથે ની અથડામણ દરમ્યાન વડોદરાના પાલય આરીફ પઠાણ શહીદ થયા છે. દેશના નાગરિકોની સુરક્ષા માટે જીવ કુરબાન કરનાર આ વીર જવાન માટે સમગ્ર રાષ્ટ્ર અને રાજ્યને ગૌરવ છે. દુ:ખની આ ઘડીમાં સૌ નાગરિકો તેમના પરિવારજનોની સાથે છીએ. pic.twitter.com/m07kWEgBWh
— Ranjan Bhatt (MP) (@mpvadodara) July 22, 2019
ત્યારે શહીદના મોટા ભાઈએ જણાવ્યું હતું કે ‘જ્યારથી આ સમાચાર મળ્યા છે ત્યારેથી મારી મમ્મી ખૂબ જ દુઃખી છે. મારો ભાઈ છેલ્લા સાડા ત્રણ વર્ષથી અખનૂરમાં ફરજ પર હતો. અને આજે આતંકીઓ સાથે અથડામણમાં તે શહીદ થયો છે. અમને તેના પર ગર્વ છે. મારો નાનો ભાઈ પણ આર્મીમાં જોડાવાની તૈયારી કરી રહ્યો છે.’

શહીદનો નાનો ભાઈ આર્મીમાં જોડાવા માટે તૈયારી કરી રહ્યો છે અને તેનું કહેવું છે, ‘મારો ભાઈ દુશ્મનો સાથે લડતા-લડતા શહીદ થયો છે અને આખા પરિવારને તેના પર ગર્વ છે. હું પણ આર્મીમાં જોડાવાની તૈયારી કરી રહ્યો છું અને તેમના મૃત્યુનો બદલો હું લઈશ.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks