ખબર

આર્મી હોસ્પિટલમાં 24 કેન્સરના દર્દીઓ કોરોનાથી પોઝિટિવની ઝપેટમાં આવ્યા, જાણો વિગત

દેશની રાજધાની દિલ્લીમાં કોરોનાના મામલા ઓછા થવાનું નામ નથી રહ્યું. આ કોરોનાએ સીઆરપીએફ અને બીએસએફના મુખ્યાલય સંક્રમિત થયા બાદ ભારતીય સેનાને પણ હોસ્પિટલને ઝપેટે લીધી છે.

દિલ્લી સ્થિત સેનાના અનુસંધાન અને રેફરલ હોસ્પિટલમાં કાર્યરત અને રીટાયર સશશ્ત્ર બળના કર્મીઓ સહીત 24 કેન્સર રોગોને કોરોનાની પુષ્ટિ થઇ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે સંક્રમિત લોકોમાં 20 લોકો અને એક નિવૃત્ત કર્મચારીનો સમાવેશ થાય છે અને બાકીના દર્દીઓ તેમના આશ્રિતો છે.

Image source

આ બધા જ સંક્રમિત લોકોને સેનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દર્દીઓ જેના સંપર્કમાં આવ્યા ડોક્ટર, નર્સ, કર્મચારીઓ અને તેના પરિવારના સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સેના, નૌસેના અને વાયુસેનાના 60 કર્મીઓને કોરોનાની પુષ્ટિ થઇ છે. જે પૈકી 28 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.