દુઃખદ સમાચાર : હેલીકૉપટર ક્રેશમાં જનરલ બિપિન રાવતનું થયું મૃત્યુ, જાણો વિગત

ચીફ બિપિન રાવત, તેમનું ફેમિલી અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથેનું સેનાનું હેલિકોપ્ટર આજે તમિલનાડુના નીલગિરિમાં ક્રેશ થયું હતું. હાલમાં જ દુઃખદ સમાચાર આવ્યા કે આ દુર્ઘટનામાં CDS બિપિન રાવતનુંમોત નીપજ્યું હતું.

હેલિકોપ્ટરમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. ભારતીય વાયુ સેનાના ઓફિસિયલ ટ્વીટરમાં આ બાબતે જાણકારી આપી હતી. આ અકસ્માત તમિલનાડુના નીલગીરી જિલ્લામાં થયો છે. મળતી માહિતી પ્રમાણે ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. ઘટના સ્થળથી 13 મૃતદેહ મળ્યા છે.

રિપોર્ટ અનુસાર હેલિકોપ્ટરમાં ટોટલ 14 વ્યક્તિ હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના વાઈફ અને સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે. આ એક્સીડંટ બાદ તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટરનો આજે તામિલનાડુના કુન્નર નજીક અકસ્માત થયો છે.

તમને જણાવી દઈએ કે તામિલનાડુના કુન્નુરના આજે બપોરના સમયે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એની અંદર આગ ફેલાઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં વાઈફ મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર યાત્રા કરી રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, અત્યારસુધીમાં 13 મૃતદેહ મળ્યા છે.

YC