GujjuRocks

આ 11 અભિનેત્રીઓ ઇન્ડિયન આર્મી પરિવારમાં જન્મેલી છે, એકના પિતા આતંકી હુમલામાં થયા હતા શહીદ

બોલિવૂડ અને ભારતીય આર્મી વચ્ચે એક ગાઢ સંબંધ છે, જે ઐયારી, ધ ગાઝી એટેક, બોર્ડર, ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક, લક્ષ્ય જેવી ફિલ્મોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યારે ઘણા ઓછા લોકો જાણતા હશે કે બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે, જેઓનો સંબંધ આર્મી સાથે રહેલો છે. એવા ઘણા કલાકારો છે કે જે આર્મી કિડ્સ છે. કદાચ એ જ કારણ છે કે આ આર્મી કિડ્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની શિષ્ટ જાળવીને અને તેમનું કામ સભ્યતાથી કરીને પોતાનો ઉછેર કઈ રીતે થયો છે એ જણાવી દે છે. ત્યારે આજે વાત કરીએ એવી અભિનેત્રીઓ વિશે કે જેમનો સંબંધ ભારતીય આર્મી સાથે રહ્યો છે.

નેહા ધૂપિયા:

બોલિવૂડની અભિનેત્રી અને એમટીવીના એક રિયાલિટી શોની જજ બનેલી નેહા ધૂપિયાનો સંબંધ પણ ભારતીય આર્મી સાથે રહેલો છે. નેહાના પિતા પ્રદીપ સિંહ ધૂપિયાએ ઘણા વર્ષો સુધી ભારતીય નેવીમાં કમાન્ડર તરીકે પોતાની સેવા આપી છે.

ગુલ પનાગ:

બોલિવૂડની અભિનેત્રી ગુલ પનાગમાં આટલા ગટ્સ આર્મીના કારણે આવ્યા છે. તેના પિતા એચ એસ પનાગ ભારતીય આર્મીમાં લેફટનન્ટ જનરલ હતા. ગુલ પનાગ પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં કહી ચુકી છે કે તે તેની સફળતાનો શ્રેય આર્મીના ઉછેરને આપે છે.

ઐશ્વર્યા રાય:

પૂર્વ મિસ યુનિવર્સ ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ એક આર્મી પરિવારમાં થયો હતો. તેના પિતા ક્રિષ્નારાજ રાય આર્મી બાયોલોજીસ્ટ હતા. પુલવામા હુમલામાં શહીદ જવાનોને ઐશ્વર્યાએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે તે તેના પરિવારનું દુઃખ સમજી શકે છે.

ચિત્રાંગદા સિંહ:

બોલિવૂડની બ્યુટી ચિત્રાંગદા સિંહના પિતા નિરંજન સિંહ આર્મીમાં ઓફિસર હતા, જે કર્નલ તરીકે રીટાયર થયા હતા. આ રીતે દેશી બોય્સ, હજારો ખ્વાહીશે ઐસી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી ચિત્રાંગદા પણ આર્મી સાથે જોડાયેલી છે.

અનુષ્કા શર્મા:

ભારતીય ક્રિકેટ ટિમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ આર્મી પરિવારમાં જન્મ લીધો હતો. તેના પિતા અજય કુમાર ભારતીય સેનામાં કાર્યરત હતા અને હવે રીટાયર થઈને મુંબઈમાં રહી રહ્યા છે. જણાવી દઈએ કે અનુષ્કાનો અભ્યાસ બેંગ્લોરમાં આર્મી શાળામાં થયો હતો.

સેલિના જેટલી:

બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીના પિતા પણ ભારતીય આર્મીમાં જોડાયેલા હતા. સેલિના જેટલીના પિતા વી કે જેટલી ભારતીય આર્મીમાં કર્નલ હતા. એન તેની માતા અફઘાનિસ્તાનના કાબુલથી હતી.

પ્રિયંકા ચોપરા:

હોલિવૂડ અને બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો પણ જન્મ આર્મી પરિવારમાં થયો હતો. તેના પિતા ઇન્ડિયન આર્મીમાં ડોક્ટર હતા અને તેની મા પણ ભારતીય સેનામાં સેવા કરી ચુકી છે. તેના પિતા ડૉ. અશોક ચોપરા 2013માં કેન્સરના કારણે મૃત્યુ પામ્યા.

પ્રીતિ ઝિન્ટા:

બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાના પિતા દુર્ગાનાથ ભારતીય સેનામાં મેજર હતા. જણાવી દઈએ કે પ્રીતિના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું, તે સમયે પ્રીતિ માત્ર 13 વર્ષની જ હતી અને તેના બે નાના ભાઈ પણ હતા.

સુષ્મિતા સેન:

પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેનનો જન્મ પણ આર્મી પરિવારમાં થયો હતો. તેના પિતા સુબીર સેન ઇન્ડિયન એરફોર્સમાં એક વિંગ કમાન્ડર હતા અને હવે રિટાયર થઇ ગયા છે.

લારા દત્તા:

મિસ ઇન્ડિયા રહી ચુકેલી અભિનેત્રી લારા દત્તાનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો હતો. તેની મા એંગ્લો ઇન્ડિયન છે અને તેના પિતા એલ કે દત્ત પણ ભારતીય સેનામાં વિંગ કમાન્ડર હતા અને હવે રિટાયર્ડ થઇ ગયા છે. તેના પિતા યુપીના ગાજિયાબાદથી છે જ્યારે તેની મા અફઘાની છે.

નિમરત કૌર:

બૉલીવુડ અભિનેત્રી નિમરત કૌરએ એરલિફ્ટ જેવી દેશભક્તિથી ભરપૂર ફિલ્મમાં શાનદાર અભિનય કર્યુ હતું. તમને જણાવી દઈએ કે તેના પિતા ભુપિન્દર સિંહ ઇન્ડિયન આર્મીમાં મેજર હતા અને હીજ્બ-ઉલ-મુદજાહિદ્દીનના હુમલામાં શહીદ થઇ ગયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Exit mobile version