ખબર

53 વર્ષ પછી ચીને ભારતની આર્મી પર ગોળી ચલાવી, એક અધિકારી, બે જવાન શહીદ ૐ શાંતિ

છેલ્લા ઘણા દિવસથી પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. ગલવાન ઘાટીમાં સેનાઓને પાછળ કરવાની કવાયદ દરમ્યાન બેય દેશોની સેનાઓમાં ઝપાઝપીના સમાચાર સામે આવ્યા છે.

રિપોર્ટ નુજબ હિંસક અથડામણમાં ભારતના એક અધિકારી અને 2 જવાન શહીદ થયા છે. ચીન તરફ શું શું નુકસાન થયું છે આ અંગે હજુ કોઇ માહિતી સામે આવી નથી. આ મોટા ઘટનાક્રમ બાદ બંને સેનાઓના વરિષ્ઠ અધિકારી સ્થળ પર મુલાકાત કરીને સ્થિતિ સંભાળવાની કોશિષમાં લાગ્યા છે.

વર્ષો પહેલા 11 સપ્ટેમ્બર1967ના દિવસે સિક્કિમના નાથૂ-લામાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પછી 15 સપ્ટેમ્બર 1967ના રોજ અથડામણ થઈ હતી. આ વિવાદ ઓક્ટોબર 1967માં અટક્યો હતો. ચાઈનાએ એ સમયે દાવો કર્યો હતો કે નાથૂ લામાં ઝડપ દરમિયાન તેના 32 સૈનિકો શહીદ થયા હતા. સાથે જ ભારતના 65 સૈનિકો શહીદ થયા હતા. તો બીજી તરફ ચો લા અથડામણમાં ભારતના 36 જવાન શહીદ થયા હતા.

હવે ભારત-ચાઈના વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશ વચ્ચે થયેલી અથડામણમાં ભારતે 3 વીર જવાન સપૂત ગુમાવી દીધા. બંને દેશ હાલમાં વાતચીત માટે આગળ વધી રહ્યા હતા પરંતુ ગતરાત્રીએ સીમા પર તણાવ બાદ ભારત-ચીનની સેનાઓ સામસામે આવી ગઈ.