ખુશખબરી: ફેમસ હસ્તીની ઘરે ગુંજી ઉઠી કિલકિલારીયાં, એકવાર નહીં પરંતુ ઘણી વખત મિસકેરેજની પીડા સહન કરી છે

આખરે બે પત્નીઓ વાળા યુટ્યુબર અરમાન મલિકના ઘરે ખુશીએ દસ્તક આપી દીધી છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ યુટ્યુબર અરમાન મલિકે પોતે કહ્યું છે. અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિક પહેલીવાર માતા બની છે. યુટ્યુબરે બંને પત્નીઓ અને પહેલી પત્નીના દીકરા ચિરાયુ સાથેની તસવીરો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે. જો કે તેણે આ વાતનો ખુલાસો કર્યો નથી કે તેના ઘરે દીકરી કે દીકરો આવ્યો છે.

પ્રસિદ્ધ યુટ્યુબર અરમાન મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક ખાસ તસવીરો શેર કરીને ફેન્સ સાથે આ ખુશખબરી શેર કરી છે. અરમાને આ પોસ્ટ શેર કરતાની સાથે જ ફેન્સ કપલને અભિનંદન આપવા લાગ્યા. તેણે 10 તસવીરો શેર કરી છે. અરમાન મલિકે કેપ્શનમાં લખ્યું, ‘આખરે ગોલુ (કૃતિકા) માતા બની. શું કોઈ અનુમાન કરી શકે છે કે તે છોકરો છે કે છોકરી ? તમારા આશીર્વાદથી બંને એકદમ ઠીક છે.

અરમાને આ પોસ્ટ શેર કરતાની સાથે જ ફેન્સે કપલને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં ચાહકો પણ અનુમાન લગાવી રહ્યા છે કે અરમાન અને કૃતિકા બેબી બોયના પેરેન્ટ્સ બન્યા છે કે બેબી ગર્લના.. હવે કૃતિકાએ પુત્રને જન્મ આપ્યો છે કે પુત્રીને તે તો યૂટયૂબર પોતે કે તેનો પરિવાર જ હી શકે છે. જો કે, હવે તેના ફોલોઅર્સ હવે બાળકનો ચહેરો જોવા માટે ઉત્સુક છે. ઘરમાં નાના મહેમાનના સમાચારથી પરિવારમાં પણ ખુશી છવાઇ ગઇ છે.

જણાવી દઇએ કે, અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકનું આ પહેલું સંતાન છે. તેનું ત્રણ વખત મિસકેરેજ થઇ ગયુ હતુ. તેણે તેના બ્લોગમાં ઘણી વખત ચાહકો સાથે આ દર્દ શેર કર્યું છે. અરમાનની પહેલી પત્ની પાયલ મલિક પણ જોડિયા બાળકોને જન્મ આપવાની છે. અરમાનને તેની પહેલી પત્ની પાયલથી એક પુત્ર ચિરાયુ છે. ત્યારે યૂટયૂરે કૃતિકાને ડિલીવરી પહેલા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી ત્યાંથી લઇને ઓટપરેશન થિયેટરમાં તેને લઇ જવા સુધીની કહાની બ્લોગમાં શેર કરી છે.

એક બ્લોગમાં અરમાન, પાયલ અને કૃતિકા તેમજ ચિરાયુ હોસ્પિટલ પહોંચતા અને પાયલની બીજા દિવસે ડિલીવરી થવાની હોવાને કારણે તેને તેનું મનપસંદ ફૂડ ખવડાવતા જોઇ શકાય છે. જો કે, જ્યારે કૃતિકા હોસ્પિટલ હોય છે, ત્યારે પાયલની તબિયત ખરાબ થતા તે ઘરે આવી જાય છે. બ્લોગમાં એ પણ જોવા મળે છે કે, કૃતિકાનો જે બેડ છે ત્યાં પાયલ સૂઇ જાય છે કારણ કે તે થોડુ લો ફિલ કરી રહી છે અને તે પગમાં પણ વધારે દુખે છે એટલે તે સૂઇ ગઇ.

જો કે, તેની તબિયત વધારે ખરાબ થતા તેના ટેસ્ટ કરવામાં આવે છે અને તેને દવા આપી ઘરે આરામ કરવા મોકલવામાં આવે છે. હાલમાં જ કેટલાક કલાક પહેલા ફેમીલી ફિટનેસ પર અરમાન મલિકે બીજો બ્લોગ શેર કર્યો, જેમાં તેની બીજી પત્ની કૃતિકાની ઓટીમાં જવાની તૈયારી બતાવવામાં આવી. ફેમસ યુટ્યૂબર અરમાન મલિકના ઘરે ફાઈનલી એક નાનકડા મહેમાનનું આગમન થયું ગયુ છે. અરમાનની સેકન્ડ વાઈફ કૃતિકા મલિકે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે. યુટ્યૂબરે સોશ્યલ મીડિયા પર આની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં બાળકના જન્મનો ખુલાસો કર્યો છે.

કૃતિકાની માતા અને બહેન તેની સાથે હોસ્પિટલમાં રહેવા આવે છે અને કૃતિકાનું બીજા દિવસે એટલે કે 6 એપ્રિલે ઓપરેશન થવાનું હોવાને કારણે તેને રાત્રે વાગ્યા સુધી જે ખાવુ હોય તે ખવડાવે છે.

Shah Jina