અરમાન મલિકની બીજી બૈરી કૃતિકાએ ટ્રોલર્સની કરી બોલતી બંધ ! જણાવ્યુ- કેમ રાખ્યા બાળકોના મુસ્લિમ નામ

બંને હિંદુ પત્નીના બાળકોના નામ મુસ્લિમ રાખ્યા, ટ્રોલ થયો તો બીજી પત્ની ક્રિતિકા તરત બચાવમાં આવી- જાણો શું કહ્યું

Armaan Malik Kids Name: યુટ્યુબર (Youtuber) અરમાન મલિક (Armaan Malik) ની ખુશીઓ છેલ્લા ઘણા દિવસોથી સાતમા આસમાન પર છે. આખો મલિક પરિવાર એક મહિનામાં ત્રણ નાના બાળકોને આવકારવાથી ઘણો ખુશ છે. અરમાન મલિકની પહેલી પત્ની પાયલે (Payal Malik) જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, અને તેના પુત્રનું નામ અયાન અને પુત્રીનું નામ તુબા મલિક રાખ્યુ છે.

ત્યાં અરમાનની બીજી પત્ની કૃતિકાના (Kritika Malik) પુત્રનું નામ ઝૈદ રાખવામાં આવ્યું છે. મલિક પરિવાર સોશિયલ મીડિયા પર તેમના જીવન સાથે સંબંધિત દરેક નાની-મોટી અપડેટ શેર કરે છે. બાળકોના નામ મુસ્લિમ રાખ્યા બાદ ઘણા લોકો અરમાન મલિકને ટ્રોલ કરી રહ્યા છે, પણ હવે યુટ્યુબરની પત્ની કૃતિકાએ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. હાલમાં જ અરમાન મલિકની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

જેમાં અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા ટ્રોલર્સની ક્લાસ લઈ રહી છે. કૃતિકા કહે છે કે અરમાનને તે નામ પસંદ આવ્યું હતું, તેથી બાળકોને આ નામો આપવામાં આવ્યા હતા, તેનો કોઈ ધર્મ સાથે કોઈ સંબંધ નથી. કૃતિકાએ ટ્રોલ કરનારાઓને જવાબ આપતા કહ્યું- ‘બધા નામો ખૂબ જ સારા છે, પછી તે હિન્દુ નામ હોય, મુસ્લિમ નામ હોય, શીખ નામ હોય કે પછી ક્રિશ્ચિયન હોય, ચીકુના પિતાએ તેની પાછળ જે નામ રાખ્યું હતું તેને પસંદ કર્યું હતું.

એક અલગ વિચાર છે. તેને આ નામ શરૂઆતથી જ ખૂબ ગમતું હતું, તેને ગમતું હોય તેવા બાળકોના નામ અમે રાખવા માંગતા હતા. ટ્રોલર્સની ક્લાસ લીધા બાદ કૃતિકાએ વીડિયોમાં અરમાન મલિકની પહેલી પત્ની પાયલની દીકરીના નામનો અર્થ પણ જણાવ્યો હતો. કૃતિકાએ કહ્યું- ‘તુબા એટલે સ્વર્ગમાં એક વૃક્ષ છે, જેને તુબા કહેવાય છે.

આ એ નામ છે જ્યારે ઝૈદ પેટમાં હતો ત્યારે અરમાન મલિક વિચારતો કે જો છોકરી હશે તો તે તેનું નામ તુબા રાખશે. આ નામ સાથે તેની ઘણી લાગણી જોડાયેલી છે, તેથી અમે આ નામ રાખ્યુ છે. તમને જણાવી દઈએ કે, YouTuber અરમાન મલિકે બે લગ્ન કર્યા છે. તેણે વર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. તે બંનેને ચિરાયુ મલિક નામનો પુત્ર છે.

તે બાદ અરમાને પાયલની બેસ્ટ ફ્રેન્ડ કૃતિકા સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા. અરમાને પાયલને છૂટાછેડા આપ્યા નથી અને તે તેની બંને પત્નીઓ સાથે એક જ ઘરમાં એક જ છત નીચે ખુશી ખુશી રહે છે. વર્ષ 2022માં તેની બંને પત્નીઓ એકસાથે પ્રેગ્નેટ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા ત્યારથી તે અત્યાર સુધી સતત ચર્ચામાં છે.

Shah Jina