ફેમસ સેલિબ્રિટી અરમાન મલિકની બંને પત્નીઓ થઇ એકસાથે પ્રેગ્નેટ, તસવીરો શેર કરતા જ મચી ગયો હોબાળો, લોકોએ સંભળાવી એવી ખરી ખોટી કે… જુઓ

અરમાન મલિકે પોતાના બંને બૈરાઓને એકસાથે કરી દીધા પ્રેગ્નેટ, બેબી બમ્પ વાળી તસવીરો પણ સામે આવી ગઈ જોઈ લો

સોશિયલ મીડિયાએ આજે ઘણા લોકોને સ્ટાર બનાવી દીધા છે, તે ભલે નાના મોટા પડદા પર જોવા ના મળતા હોય પરંતુ તેમનું ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે. તેમણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ક્રિએટિવ વીડિયો બનાવીને કરોડો લોકોના દિલ જીતી લીધા છે, સાથે જ તેમને લગતી કોઈ ખબર સામે આવે ત્યારે લોકો પણ જાણીને ચોંકી જતા હોય છે.

હાલ એવી જ એક ખબર વાયરલ થઇ રહી છે, જેમાં એક યુટ્યૂબરે પોતાની બંને પત્નીઓ પ્રેગ્નેટ હોવાની ખબર શેર કરતા જ હોબાળો મચી ગયો છે. ફેમસ યુટ્યુબર અરમાન મલિકને બે પત્નીઓ છે. તેણે બે વાર લગ્ન કર્યા છે. ત્યારે હાલમાં જ અરમાને તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેને જોઈને નેટીજન્સ પણ હેરાન રહી ગયા છે. અરમાનની બંને પત્નીઓ એક જ સમયે ગર્ભવતી બની છે. જે વાતને લઈને હવે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

અરમાનની બંને પત્નીઓના નામ કૃતિકા મલિક અને પાયલ મલિક છે. આ ત્રણેય કન્ટેન્ટ ક્રિએટર છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. અરમાને હાલમાં જ તસવીરો શેર કરીને જાહેરાત કરી છે કે તેની બંને પત્નીઓ પ્રેગ્નેટ છે. અરમાન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં બંને પત્નીઓ એક જેવા જ કપડાં પહેરીને બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે અરમાનની પત્ની પાયલ મલિકને એક દીકરો પણ છે. અરમાને જેવી જ આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી તેની સાથે જ હોબાળો મચી ગયો. આ વાત પર લોકો પણ તેને ટ્રોલ કરવા લાગી ગયા. લોકોને એ વાતનો વિશ્વાસ નથી આવી રહ્યો કે અરમાનની બંને પત્નીઓ એક સાથે કેવી રીતે પ્રેગ્નેટ થઇ ગઈ ? અરમાનની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેના પર અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel