બિગબોસમાં બે પત્નીઓ સાથે આવેલ અરમાન મલિક શું કરશે હવે ત્રીજા લગ્ન ? બીજી પત્ની કૃતિકાએ કહ્યું.. “આ ભૂલ હવે બીજીવાર…”

બે બે બૈરાં વાળા અરમાન મલિક શું કરશે હવે ત્રીજા લગ્ન ? બીજી પત્ની કૃતિકાએ કહ્યું.. “આ ભૂલ હવે બીજીવાર…” જુઓ આગળ

Armaan Malik Third Marriage : પ્રખ્યાત યુટ્યુબર અરમાન મલિકે લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝનમાં તેની પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક સાથે ભાગ લીધો છે. અરમાન મલિકની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, પરંતુ તે મુશ્કેલ સમયમાંથી પણ પસાર થયો છે. શોમાં જતા પહેલા કૃતિકાએ મીડિયા સાથે વાત કરી હતી. ઈન્ટરવ્યુમાં કૃતિકાએ જણાવ્યું કે તેણે તેના બેસ્ટ ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કર્યા છે. આ કારણે શોની અંદર તેના પાત્ર પર આંગળીઓ ઉઠાવવામાં આવી શકે છે. તે આ પરિસ્થિતિ માટે તૈયાર છે.

કૃતિકાએ જણાવ્યું કે, “પાયલ સાથે મારી મિત્રતા વર્ષ 2016માં થઈ હતી. થોડા વર્ષો પછી, તેણે મને તેના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું. અરમાન સાથે મારી પહેલી મુલાકાત એ જ પાર્ટીમાં થઈ હતી. અમારી પહેલી મુલાકાત થઈ અને અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. પ્રથમ નજરનો પ્રેમ જેવો. આ રીતે એકબીજાને મળવાનું અમારા નસીબમાં લખ્યું હતું. અમે મળ્યાના 6-7 દિવસમાં લગ્ન કરી લીધા.

તેને આગળ કહ્યું કે, “મેં મારા લગ્ન વિશે મારા પરિવારને જણાવ્યું નહોતું. અમે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના બે મહિના પછી અમે એક ભવ્ય પાર્ટી રાખી હતી. જે બાદ મારા પરિવારને મારા લગ્નની ખબર પડી. જોકે, ત્યારે પણ મેં તેની સાથે ખોટું બોલ્યું હતું. મેં તેમને કહ્યું ન હતું કે અરમાન પહેલેથી જ પરિણીત છે. દેખીતી રીતે, કયા માતાપિતા ઈચ્છતા હશે કે તેમની પુત્રી પરિણીત પુરુષ સાથે લગ્ન કરે.પહેલા કે પછી સત્ય બહાર આવવાનું તો હતું જ. જ્યારે માતા-પિતાને સત્ય ખબર પડી તો તેઓ ખૂબ ગુસ્સે થયા. તેઓ એક વર્ષ સુધી વાત કરતા ન હતા.

જો કે, હવે અમારી વચ્ચે બધું બરાબર છે. અમે અમારા તમામ બાળકોને તેમની સાથે છોડી દીધા છે. અરમાને મારી માતાને યુટ્યુબ વીડિયો બનાવવાનું શીખવ્યું છે. હવે તે ઘરે બેસીને વીડિયો બનાવશે અને પૈસા કમાશે. અરમાનના ત્રીજા લગ્ન વિશે વાત કરતા કૃતિકાએ કહ્યું કે, “અરમાન એક પ્રખ્યાત વ્યક્તિત્વ છે. તે જ્યારે તેની બહેન સાથે વીડિયો બનાવે છે ત્યારે પણ લોકોને લાગે છે કે તેના ત્રીજા લગ્ન થવાના છે. હું માનું છું કે તેણે ભૂલ કરી છે. પરંતુ તે આવી ભૂલ વારંવાર નહીં કરે. અરમાનને જીવનભર બે જ પત્નીઓ હશે – પાયલ અને કૃતિકા. હવે તે કોઈની સાથે લગ્ન નહીં કરે.”

Niraj Patel