બે પ્રેગ્નેટ પત્નીઓ હોવા છત્તાં પણ ત્રીજીને ઘરે આવ્યો અરમાન મલિક, ભડકી બે પત્નીઓ, ચંપલથી…જુઓ વીડિયો

બે બે બૈરાઓ હોવા છતાં ત્રીજી બેગમ લાવ્યો અરમાન માલિક, બંને પત્નીઓનો મગજ ગયો, ચંપલથી…જુઓ વીડિયો

યૂટયૂબર અરમાન મલિક તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. યૂટયૂબ પર અરમાન મલિકના વીડિયોને ઘણા પસંદ કરવામાં આવે છે. અરમાને તેના જીવનમાં બે લગ્ન કર્યા છે. જેને કારણે તે ચર્ચામાં પણ રહે છે. હવે એકવાર ફરી તે ચર્ચામાં આવ્યો છો અને તેનું કારણ પણ લગ્ન જ છે. અરમાન મલિકે ત્રીજા લગ્ન કરી લીધા છે અને તે ત્રીજી પત્નીને ઘરે પણ લઇ આવ્યો છે.

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અરમાન મલિકની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા ઘર પર છે અને એટલામાં અરમાન તેની ત્રીજી પત્નીને પણ ઘરે લઇને આવે છે. પાયલ અરમાનની ત્રીજી પત્નીને જોઇ ગુસ્સે ભરાઇ જાય છે. કૃતિકા પણ પતિની ત્રીજી પત્નીને જોઇ ગુસ્સે થાય છે.

કૃતિકા અને પાયલ બંનેને અરમાનના ત્રીજા લગ્ન વિશે જાણી ઝાટકો લાગે છે. પાયલ અને કૃૃતિકા તો અરમાનની ત્રીજી પત્નીને ચંપલથી મારવા પણ જાય છે. તો શું આ ખરેખર હકિકત છે કે યૂટયૂબર અરમાન મલિકે ત્રીજા લગ્ન કરી લીધા છે ? શું બે પ્રેગ્નેટ પત્નીઓના હોવા છત્તાં અરમાને ત્રીજા લગ્ન કર્યા ? અરમાને એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તે એક મહિલાને લઇને ઘરે પહોંચે છે અને તેને ત્રીજી પત્ની કહે છે.

જે બાદ તેના ઘરમાં ક્લેશ થઇ જાય છે. અરમાન ત્રીજી પત્ની સાથે ગળામાં વરમાળા નાખી ઘરે પહોંચે છે. ત્યાં યુવતિ પણ ચુડામાં જોવા મળી રહી છે. કૃતિકા દરવાજો ખોલે છે અને તેને આવી રીતે જોતા જ ગુસ્સે ભરાઇ જાય છે. ઘરમાં રોવાનું, ગાળો, સોતનને ધમકાવવાનું અને ચંપલથી મારવા સુધીની વાત થાય છે. પણ છોકરી પણ જિદ પર અડી જાય છે.

જેનાથી કૃતિકા ઘણી પરેશાન થઇ જાય છે અને રડવા લાગે છે. તે કહે છે કે તેની માતાએ પહેલા જ કહ્યુ હતુ કે આ માણસ પર વિશ્વાસ ના કરતી. પરંતુ તમને જણાવી દઇએ કે, અરમાને ત્રીજા લગ્ન નથી કર્યા. તેણે તેની બંને પત્નીઓ સાથે પ્રેન્ક કર્યો હતો. જ્યારે આ પ્રેન્કની કૃતિકા અને પાયલને ખબર પડે છે તો તે રડતા રડતા પતિને ગળે લગાવી લે છે.

જણાવી દઇએ કે, અરમાનની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા પ્રેગ્નેટ છે. બંને પત્નીઓના એકસાથે પ્રેગ્નેટ થવા પર અરમાનને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. કૃતિકા નેચરલી પ્રેગ્નેટ છે તો પાયલ IVF ટ્રીટમેન્ટથી માતા બનવાની છે. પાયલને પહેલાથી જ એક દીકરો પણ છે.

Shah Jina