સિંગર અરમાન મલિકે કરી 2 વર્ષ મોટી આશના સાથે સગાઇ, જાણો કોણ છે થવાવાળી દુલ્હનિયા
Armaan Malik Engagement: બોલિવૂડના શ્રેષ્ઠ સિંગરમાંથી એક અરમાન મલિકે હાલમાં જ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ કરી છે. આ કપલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરીને ચાહકો સાથે આ ગુજ ન્યુઝ શેર કરી. ‘જબ તક’ ગીતની સિંગર આશના શ્રોફ સાથે લાંબા સમયથી અરમાન રિલેશનશિપમાં હતો,
સિંગર અરમાન મલિકે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઇ
ત્યારે ગત રોજ જ હવે આ કપલે તેમની સગાઈની તસવીરો શેર કરીને રિલેશનશિપને સોશિયલ મીડિયા પર ઓફિશિયલ કરી દીધું છે. જ્યારથી આ ફોટા સામે આવ્યા છે ત્યારથી સિંગરના ચાહકોની ખુશીની કોઈ સીમા નથી રહી. ચાહકો આ ફોટા પર ઘણી કોમેન્ટ કરીને કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે. અરમાન મલિકે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે.
ઘૂંટણ પર બેસી કર્યુ પ્રપોઝ
એક તસવીરમાં સિંગર આશનાને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કરતો અને રિંગ પહેરાવતો જોઇ શકાય છે. જ્યારે બીજી તસવીરમાં બંને ખુશ જોવા મળે છે. જ્યારથી અરમાન મલિક અને આશના શ્રોફની સગાઈના સમાચાર આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર કપલને અભિનંદનનો દોર શરૂ થઈ ગયો છે.
તસવીરો જોયા બાદ ચાહકો અને સેલેબ્સ આપી રહ્યા છે અભિનંદન
આ કપલને અભિનંદન આપનારાઓની યાદીમાં બોલિવૂડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામો પણ સામેલ છે. જણાવી દઇએ કે, સિંગરની થવાવાળી દુલ્હનિયા આશના શ્રોફ ફેશન ઇન્ફ્લુએન્સર છે. સોશિયલ મીડિયા પર તેના 9 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.
સિંગર કરતા 2 વર્ષ મોટી છે મંગેતર
તે સુંદરતા અને ફેશનને લગતા બ્લોગ બનાવે છે. આશના અરમાન મલિક કરતા બે વર્ષ મોટી છે. થોડા સમય પહેલા જ 4 ઓગસ્ટે તેણે તેનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અરમાન મલિક સંગીતકાર ડબ્બુ મલિકનો પુત્ર છે અને તેનો મોટો ભાઈ અમાલ મલિક મ્યુઝિક કંપોઝર છે.
2006માં 4 વર્ષની ઉંમરે કરી હતી કારકિર્દીની શરૂઆત
અરમાન મલિક અને અમાલ મલિકે સાથે મળીને ઘણા ગીતો પણ ગાયા છે. અરમાને 2006માં માત્ર 4 વર્ષની ઉંમરે સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સમાં ભાગ લઈને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોમાં તે 8મા સ્થાને હતો.