જાણો કેવી રીતે એકસાથે પ્રેગ્નેટ થઇ અરમાન મલિકની બંને પત્નીઓ, બીજી પત્ની કૃતિકાએ કર્યો ખુલાસો

કૃતિકા અને પાયલ સાથે લગ્ન કરનાર અરમાન માલિકે કઈ રીતે બેય પત્નીને ગર્ભવતી કરી દીધી? બીજી પત્ની કૃતિકાએ કર્યો ખુલાસો

ફેમસ યુટ્યુબર અરમાન મલિક આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ અરમાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી, જેણે ઘણો હંગામો મચાવ્યો હતો. આ તસવીરમાં અરમાન તેની બે પત્નીઓ કૃતિકા મલિક અને પાયલ મલિક સાથે જોવા મળ્યો હતો અને આ દરમિયાન તેનો પુત્ર પણ હાજર હતો. ફોટોમાં કૃતિકા અને પાયલ બંને તેમના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જેવી જ યુઝર્સને પાયલ અને કૃતિકા બંનેની પ્રેગ્નેંસી વિશે ખબર પડી કે સોશિયલ મીડિયા પર એક અલગ જ વિવાદ છેડાઈ ગયો. યુઝર્સે કહ્યું કે યુટ્યુબરની બંને પત્નીઓ એકસાથે પ્રેગ્નન્ટ કેવી રીતે થઇ શકે.

ત્યારે આ મામલે હવે અરમાન મલિકની બીજી પત્ની કૃતિકાએ જવાબ આપ્યો છે. એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં અરમાન મલિક અને તેની પત્નીઓએ પ્રેગ્નેંસી પર થઈ રહેલા ટ્રોલિંગ વિશે ખુલીને વાત કરી હતી. તેની પાછળના સત્ય વિશે પણ મોટો ખુલાસો કર્યો છે. આ મામલાને લઈને કૃતિકા મલિકે કહ્યું કે, ‘જો કે અમને ટ્રોલ કરી રહ્યા છે તેમાં બિલકુલ વાંધો નથી, પરંતુ લોકોને ખબર નથી કે અમે એકસાથે કેવી રીતે પ્રેગ્નેટ થઈ ગયા. જ્યારે અમે અમારા બેબી બમ્પની તસવીરો શેર કરી ત્યારે તે એક મોટા સમાચાર બની ગયા કે આ બંને એકસાથે પ્રેગ્નેટ કેવી રીતે થયા.’

આ વિશે વાત કરતાં કૃતિકા આગળ કહે છે, ‘પાયલને માત્ર એક જ ફેલોપિયન ટ્યુબ હોવાથી તે કુદરતી રીતે ગર્ભ ધારણ કરી શકતી નહોતી. એટલા માટે ડૉક્ટરે IVF ટ્રીટમેન્ટની સલાહ આપી. અમે પ્રયાસ કર્યો પરંતુ IVFનું પરિણામ પ્રથમ વખત નિષ્ફળ ગયું. આ પછી અમે તેને હાર્યા વિના વધુ એક વખત પ્રયાસ કરવાનું કહ્યું. જો કે, આના માત્ર બે દિવસ પછી જ મારો પ્રેગ્નેંસી ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને પાયલે બીજી વખત પ્રયાસ કર્યો ત્યારે તેનું પરિણામ પણ પોઝિટિવ આવ્યું. આ રીતે અમે બંને અકસાથે પ્રેગ્નેટ થઇ ગયા. જો કે અમારા બંનેની પ્રેગ્નન્સીમાં લગભગ 1 મહિનાનો તફાવત છે.

આ સાથે કૃતિકાએ જણાવ્યું કે પાયલ જોડિયા બાળકોને જન્મ આપવાની છે. એટલે કે હવે ત્રણ બાળકોની કિલકારી તેમના ઘરમાં ગુંજશે. તમને જણાવી દઈએ કે પહેલા કૃતિકા મલિક અને પાયલ મલિકની પ્રેગ્નેંસીના સમાચાર સાંભળ્યા બાદ લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે બંનેએ સમાચારમાં રહેવા માટે આવું કર્યું છે. આ વિશે વાત કરતા અરમાન મલિકે કહ્યું, ‘જેના વિચારો નાના હોય છે તે હંમેશા નાની કોમેન્ટ કરે છે. મારો એક પરિવાર છે, મારે એક ફોટો મૂકવો કે દસ, તમે કહેવાના કોણ છો ?

મને એવા લોકોના શબ્દોથી કોઈ ફરક નથી પડતો જેમને હું જાણતો પણ નથી. તમને જણાવી દઈએ કે અરમાન મલિકની જેમ તેની બંને પત્નીઓ પણ કન્ટેન્ટ ક્રિએટર છે. ત્યાં અરમાનને પહેલી પત્ની પાયલથી એક પુત્ર પણ છે. અરમાને વર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. જો કે 2018માં લગભગ 7 વર્ષ પછી તેણે પાયલની બેસ્ટફ્રેન્ડ કૃતિકા સાથે લગ્ન કર્યા. હવે તેની બંને પત્નીઓ એક જ ઘરમાં સાથે રહે છે.

Shah Jina