મનોરંજન

અરમાન જૈનના લગ્નમાં ખાન પરિવારથી લઈને અંબાણી, બચ્ચન પરિવારના સેલેબ્સ ઉમટી પડયા, જુઓ 10 PHOTOS

બોલીવુડના એક્ટર અને કરીના કપૂરના ભાઈ અરમાન જૈન ગઈકાલે તેની મંગેતર અનીસ મલ્હોત્રા સાથે લગ્નના બંધનના બંધાઈ ગયો હતો. અરમાન જૈનના લગ્નથી જોડાયેલી ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.

ભાઈના લગ્ન હોય તો બહેનનો ઝલવો હોય છે. અરમાન જૈનના લગ્નમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂરે ડાન્સ કરીને ધૂમ મચાવી હતી.

અરમાન જૈન અને તેની મંગેતર અનીસા મલ્હોત્રા સોમવારે એટલે કે, 3 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા, લગ્ન બાદ રિસેપ્સનમાં સિતારાઓ ઉમટી પડ્યા હતા. અરમાન જૈન બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર અને રણધીર કપૂરની બહેન રીમા જૈનનો દીકરો તો રણબીર અને કરિશ્મા-કરીનાનો કઝીન છે.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (BQ TV) (@bollyquick) on

અરમાન જૈન અને અનીસા મલ્હોત્રા છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અરમાનના પિતા મનોજ જૈન એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે, તો તેની માતા રીમા જૈન હાઉસ વાઈફ છે. રીમા જૈનના પિતા રાજ કપૂર ઇન્ડસ્ટ્રીઝના મશહૂર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રહી ચુક્યા છે. રમણાની આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં બોલીવુડની ઘણી હસ્તીઓ ઉમટી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Lollywood Buzz! (@lollywoodbuzz_) on

આ લગ્નની ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. કરીનાની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં તૈમુર, સૈફ, કરિશ્મા સાથે જાન લઈને પહોંચ્યા હતા.

કરિશ્મા કપૂર આ ખાસ  દિવસે પિન્ક કલરની સિલ્કની સાડીમાં નજરે આવી હતી. આ સાથે જ મેચિંગ જવેલરી પણ પહેરી હતી. તો કરિશ્માની લાડલી સમાયરાએ પિન્ક કલરના લહેંગામાં નજરે આવી હતી. બંને માતા-દીકરી બેહદ ખુબસુરત લાગી રહી હતી.

અરમાન જૈનની બારાતમાં ભાણેજ તૈમુર અલી ખાન પણ કંઈક અલગ જ અંદાજમાં નજરે આવ્યો હતો. તૈમુરે લોકોના દિલ જીતી લીધા હતા.

કરીના કપૂર ખાન અરમાન જૈનના લગ્નમાં ઘણી ખુશ લાગી રહી હતી. કરીનાએ કેમેરાની સામે હેપ્પી પોઝ આપ્યા હતા. કરીના આ મોકો પર પીળી અને સિલ્વર હેન્ડબેગ સાથે જોવા મળી હતી.

અન્ય એક તસ્વીરમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને અરમાન જૈનના નાના ભાઈ સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે, અરમાન કરીના અને કરિશ્મા કપૂરનો ફેવરિટ કઝીન છે.

 

View this post on Instagram

 

A post shared by tellytalky (@tellytalky) on

અનિલ કપૂર તેની ચીર-પરિચિત સ્માઈલ સાથે બ્લેક શૂટમાં નજરે આવ્યો હતો. આ દરમિયાન અનિલ કપૂરે મેચિંગ ટાઈ અને શૂઝમાં નજરે આવ્યો હતો.

અરમાનના લગ્નમાં અંબાણી પરિવારના આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા મહેતા સાથે નજરે આવ્યો હતો. આકાશે બ્લેક આઉટફિટમાં તો શ્લોકા ખુબસુરત લહેંગામાં લગ્નમાં હાજર રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Satej Sharad Shinde (@satej_s_shinde) on

આ રિસેપ્સનમાં ઈશા અંબાણી અને નીતા અંબાણી પણ નજરે આવ્યા હતા. ફિલ્મ મિશન મંગલમાં નજરે આવેલા એક્ટર સંજય કપૂર બ્લેક શૂટ પહોંચ્યા હતા. તેની પત્ની માહીપ કપૂર પર આઈવરીના ગોલ્ડન લહેંગામાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Celebo (@celebo.inc) on

સોશિયલ મીડિયા સ્ટાર અને સૈફ અને કરીનાનો લાડલો તૈમુર પણ કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. અરમાન જૈનના રિસેપ્સનમાં ઐશ્વર્યા બચ્ચન તેના પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી.

આ લગ્નમાં જાણીતા ઉધોગપતિ અનિલ અંબાણી તેની પત્ની ટીના અંબાણી સાથે નજરે આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by E24 Bollywood (@e24official) on

સદીના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ કુર્તા પાયજામામાં નજરે આવ્યા હતા.

અરમાનના રિસ્પેસનમાં અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્ના પણ તેની માતા ડિમ્પલ કાપડિયા સાથે પહોંચી હતી.

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ અનન્યા પાંડે પણ પિતા ચંકી પાંડે અને માતા ભાવના પાંડે સાથે પહોંચી હતી.

અરમાન જૈન અને અનીસા મલ્હોત્રાના રિસેપ્સનમાં સોહેલ ખાન, અરબાઝ ખાન અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Majja Bollywood (@majjabollywood) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.