મનોરંજન

15 ફોટોસ: ભાઈના રોકા સેરેમનીમાં ખાસ અંદાજમાં પહોંચી કરીના, કરિશ્મા અને બૉલીવુડ સિતારાઓ

બૉલીવુડ સિસ્ટર્સ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરના પિતરાઈ અરમાન જૈનને થોડા મહિના પહેલા તેની ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રા સાથે એક પ્રાઇવેટ ફંક્શનમાં સગાઇ કરી લીધી હતી.

આ સગાઇમાં દોસ્ત અને નજીકના પરિવારજનો શામેલ થયા હતા. થોડા દિવસ પહેલા અરમાન અને અનીસની રોકા સેરેમની રાખવામાં આવી હતી. જેમાં અરમાનના નજીકના પરિજનો અને બોલીવુડના સેલેબ્સ પહોંચ્યા હતા.

કરીના શનિવારે બેંગ્લોરમાં હતી, પરંતુ અરમાનના ફંક્શનના કારણે તે મુંબઈ પરત આવી હતી. આ ફંક્શન માટે કરીના બેંગ્લોર એરપોર્ટ પર તૈયાર થઇ હતી. કરીનાએ રાઘવેન્દ્ર રાઠોડે ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો.

કરીના રેડ અને ગોલ્ડન સ્ટ્રેટ ફિટ શૂટમાં રોયલ અંદાજમાં જોવા મળી હતી. આ સાથે જ મિનિમલ જવેલેરી સાથે લુકને પૂર્ણ કર્યો હતો.

સૈફ પણ આ ફંક્શન માટે વ્હાઇટ કુર્તા અને પાયજામા સાથે નહેરુ જેકેટ કેરી કર્યું હતું. સૈફનો આ નવાબ અંદાજ જોવા લાયક હતો. આ સેરેમની દરમિયાન બંને મસ્તી કરતા નજરે આવ્યા હતા.

જો અરમાનની વાત કરવામાં આવે તો તે વ્હાઇટ કુર્તા-પાયજાય સાથે યેલો હિંટ વાળા વ્હાઇટ જેકેટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો, તો અનીસા એક ખુબસુરત પેસ્ટલ ટાયર્ડ લહેંગામાં નજરે આવી હતી.

પાર્ટીમાં કરિશ્મા કપૂર પણ તેના 2 બાળકો સમાયરા અને કિયાન સાથે નજરે આવી હતી. કરિશ્માએ અરમાનના ફંક્શન માટે એક પ્રિન્ટેડ વ્હાઇટ સ્ટાઈલિશ કોમ્બિનેશનની પસંદગી કરી હતી. કરિશ્માની માતા બબીતા પણ નજરે આવી હતી.

આ ફંકશનમાં ઋષિ કપૂર અને નીતુ કપૂર પણ અરમાન જૈનને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. ઋષિ કપૂર પર્પલ આઉટફિટમાં અને નીતુ ડાર્ક ગ્રીન આઉટફિટમાં નજરે આવી હતી.

આ રોકા સેરેમનીમાં કિયારા અડવાણી એક ફ્લોરલ સદીમાં જોવા મળી હતી. આ લુકમાં તેનો કંઈક અલગ અંદાજ જોવા મળ્યો હતો.

તારા સુતારીયા પણ વ્હાઇટ -ગોલ્ડન કલરની સાડીમાં બેહદ ખુબસુરત અંદાજમાં જોવા મળી હતી. છેલ્લા ઘણાસમયથી ખબર આવી રહી હતી કે, તારા અરમાનના ભાઈ આદર જૈનને ડેટ કરી રહી છે.

આ રોકા સેરેમનીમાં રણધીર કપૂર પણ જોવા મળ્યો હતો.આ પાર્ટીમાં શ્વેતા બચ્ચન અને ટીના અંબાણી પર નજરે ચડ્યા હતા.

જણાવી દઈએ કે, અરમાન જૈન કરીના અનેં કરિશ્માના પિતા રણધીરની બહેન રીમા જૈનનો મોટો દીકરો છે.

અરમાન અને અનીસાએ આ વર્ષે જ જુલાઈમાં સગાઈ કરી હતી. બંને એકબીજાને બાળપણથી જાણે છે, અરમાન અને અનીસા એક-બીજા સાથે તસ્વીર શેર કરતા રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.