મનોરંજન

અરમાન-અનીસાના રિસેપ્સનમાં બૉલીવુડ સેલેબ્સનો જમાવડો, જુઓ 17 તસ્વીર એક ક્લિકે

કરીના-કરિશ્મા અને રણબીર કપૂરના ભાઈ અને એક્ટર અરમાન જૈને 3 ફેબ્રુઆરીએ તેની ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયો હતો. લગ્નની ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવી ચુક્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો.

સોહા અલી ખાન પતિ કૃણાલ ખેમુ સાથે પહોંચી હતી.

અનિલ કપૂર પણ અરમાન જૈનના રિસેપ્સનમાં પહોંચ્યો હતો,
લગ્નમાં બૉલીવુડથી લઈને જાણીતા સેલિબ્રિટીઓ ઉમટી પડયા હતા. લગ્ન બાદ મંગળવારે મુંબઈમાં રિસેપ્સન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્સન પાર્ટીમાં બોલીવુડના સિતારાઓએ મસ્તી કરી હતી.
આ રિસેપ્સન પાર્ટીમાં મલાઈકા અરોરા-અર્જુન કપૂર, આલિયા ભટ્ટ-રણબીર કપૂર સહીત ઘણી હસ્તીઓએ મહેફિલ લૂંટી હતી.
જણાવી દઈએ કે, અરમાન જૈન ઋષિ કપૂર અને રણધીર કપૂરની બહેન અને રાજકપૂરની દીકરી રીમા જૈનનો દીકરો છે.
અરમાન જૈનની પાર્ટીમાં શિલ્પા શેટ્ટી પહોંચી હતી.
તો અરમાન જૈનના રિસેપ્સનમાં કિયારા અડવાણીના લુકની પણ ચર્ચા કરવામાં આવી હતી.કિયારા અડવાણીએ રીંગણી કલરનો શિમરી વર્ક વાળો લહેંગો કેરી કર્યો હતો.

અરમાન જૈનના રિસેપ્સનમાં કરિશ્મા કપૂર અને કરીના કપૂરે ડાન્સ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

તો બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર કરણ જોહરે પણ ડાન્સ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

અરમાન જૈન રિસેપ્સનમાં શ્લોક અંબાણી આકાશ અંબાણી સાથે જોવા મળી હતી.મુકેશ અંબાણી નીતા અંબાણી અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળી હતા.

બોલીવુડનું ચર્ચિત કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પણ અરમાન જૈનના રિસેપ્સનમાં જોવા મળ્યા હતા.

ગૌરી ખાન અને શાહરુખ ખાન પણ આ રિસેપ્સન પાર્ટીમાં જોવા મળ્યા હતા.


આ સિવાય બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.