પોતાનાથી 12 વર્ષ મોટી મહિલાનુ ખૂબ ધ્યાન રાખી રહ્યો છે અર્જુન કપૂર, મોડી રાત્રે કાકા સંજય કપૂર સાથે મલાઇકાના ઘરની બહાર…

પ્રેમ હોય તો આવો: અકસ્માત બાદ પોતાનાથી 12 વર્ષ મોટી મહિલાનું ઘણુ ધ્યાન રાખી રહ્યા છે અર્જુન કપૂર, સામે આવ્યો વીડિયો

અકસ્માત બાદ મલાઈકા અરોરા ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મલાઈકા પોતાના ઘરે આરામ કરી રહી છે. જો કે, આ મુશ્કેલ સમયમાં બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેની ખૂબ કાળજી લઈ રહ્યો છે. તે ક્યારેક-ક્યારેક મલાઈકાના હાલ જાણવા તેના ઘરે જાય છે. ગુરુવારે પણ અર્જુન મલાઈકાના ઘરની બહાર જોવા મળ્યો હતો. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં અર્જુન કપૂર મલાઈકા અરોરાની બિલ્ડિંગમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે તેના કાકા સંજય કપૂર સાથે જોવા મળ્યો હતો.

અર્જુને પેપરાજીની સામે પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યો ન હતો અને પોતાની કારમાં બેસીને ચાલ્યો ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અર્જુન કપૂર એકદમ પરેશાન દેખાઈ રહ્યો છે. જણાવી દઇએ કે, 2 એપ્રિલની રાત્રે મલાઈકા અરોરાનો રોડ અકસ્માત થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેત્રી પૂણેથી ઘરે પરત ફરી રહી હતી. ખોપોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શિરીષ પવારે જણાવ્યું હતું કે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 38 કિમીના અંતરે આ અકસ્માત થયો હતો.

તે સમયે મલાઈકા પુણેમાં એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપીને પરત ફરી રહી હતી. તે જ સમયે મલાઈકા અરોરાના ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ પછી તેની કાર MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના અધિકારીઓના વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ મલાઈકા અરોરાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, બીજા દિવસે જ મલાઈકાને રજા આપવામાં આવી હતી. હવે તે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મહારાષ્ટ્ર નિર્માણ સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં મલાઈકાને માથા અને આંખમાં ઈજા થઈ છે. MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) કોલ્હાપુર સંપર્ક પ્રમુખ જયરાજ લાંડગેએ તેમને તેમની કારમાં નવી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

Shah Jina