BREAKING : બોલીવુડમાં વધુ એકની ધરપકડ, બોલીવુડમાં મચ્યો ખળભળાટ, જાણો કોની થઇ ગોવામાંથી ધરપકડ

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ સામે આવેલા drg એંગલની અંદર બોલીવુડના ઘણા બધા સીતારાઓના નામ સામે આવ્યા, એનસીબી દ્વારા ઘણા સેલેબ્રિટીઓની પુછપરછ પણ કરવામાં આવી હતી, ત્યારે હાલ પણ એક વ્યક્તિની મુંબઈ અને ગોવાની એનસીબી ટીમોએ સંયુક્ત અભિયાન અંતર્ગત એક વ્યક્તિની ધરપકડ કરી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા શનિવાર 25 સપ્ટેમ્બરના રોજ બૉલીવુડ અભિનેતા અર્જુન રામપાલની પ્રેમિકા ગેબ્રિએલા ડેમેટરિયડ્સના ભાઈની ગોવામાં drgના મામલામાં ધરપકડ કરી છે. એએનઆઈ ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ડ્રગ વિરોધી કાનૂન પ્રવર્તન એજન્સીએ ખુલાસો કર્યો છે કે અધિકારીઓએ તેની પાસેથી ચરસ જપ્ત કર્યું છે.

એજન્સી દ્વારા ગયા મહિને જ બૉલીવુડ અભિનેતા અને બિગ બોસના પૂર્વ પ્રતિયોગી અરમાન કોહલીના ઘરે તલાશી અભિયાન ચલાવાય બાદ તેની ધરપકડ કરી હતી. બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુરના મોતથી સંબંધિત drg તપાસના મામલામાં 2020માં એનસીબીએ અગ઼ીસીલાસની પણ ધરપક કરી હતી.

ગયા વર્ષે એનસીબીએ કથિત બૉલીવુડ drg મામલામાં પોતાની તપાસ અંતર્ગત અર્જુન રામપાલ અને ગેબ્રિએલા સાથે પણ પુછપરછ પણ કરી હતી. એન્જસીએ રોક ઓન અભિનેતાના આવાસ ઉપર પણ છાપામારી કરી અને તેની ધરપકડ કરી હતી.

Niraj Patel