મનોરંજન

અર્જુન રામપાલ અને ગર્લફ્રેન્ડએ દીકરાનું રાખ્યું આ નામ, ક્યૂટ તસ્વીરની સાથે લખ્યો સુંદર મેસેજ…

બૉલીવુડ અભિનેતા અર્જુન રામપાલની પ્રેમિકા ગૈબ્રિએલાએ 18 જુલાઈ 2019 ના રોજ ક્યૂટ દીકરાને જન્મ આપ્યો હતો. એવામાં હાલના સમયે બંનેએ પોતાના લાડકા દીકરાનું નામકરણ પણ કરી નાખ્યું છે અને પોતાના દીકરા સાથેની તસ્વીર પણ પોસ્ટ કરી છે. તસ્વીરમાં અર્જુન પોતાની પ્રેમિકા અને દીકરા સાથે ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

When you wake up to this, you know you are blessed. #Maldives #anantaraveli #thelife

A post shared by Arjun (@rampal72) on

અર્જુન ઘણા સમયથી પિતા બનવાની રાહ જોઈ રહયા હતા અને આખરે તેઓના ઘરે દીકરાનો જન્મ થયો.ગૈબ્રિએલાએ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. એવામાં અર્જુન રામપાલે પોતાના દીકરાની તસ્વીર પોસ્ટ કરતા તેના નામની જાણકારી પણ ફૈન્સને આપી છે અને સાથે જ એક ભાવુક મેસેજ પણ પોસ્ટ કર્યો છે.

 

View this post on Instagram

 

Wish it was crop season for me

A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) on

અર્જુને દીકરા અને ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે, આંસુ,ખુશી,આભાર અને રોશનીથી બનેલી એક કિંમતી વસ્તુ.અમારા જીવનમાં ઇન્દ્રધનુષના દરેક રંગ ભરાઈ ગયા છે અને પોતાને ખુબ જ ભાગ્યશાળી અનુભવી રહ્યા છીએ.જુનિયર રામપાલનું અમારા જીવનમાં ખુબ ખુબ સ્વાગત છે. તમારા બધાના પ્રેમ અને દુવાઓ માટે તમારો ખુબ ખુબ આભાર.બેબી અરિક રામપાલ ને હેલો કહો”.

 

View this post on Instagram

 

Lost this earring , very sad.

A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) on

આ મેસેજ દ્વારા અર્જુન રામપાલે એ જણાવ્યું છે કે તેમણે પોતાના લાડકા દીકરાનું નામ અરિક રામપાલ રાખ્યું છે.તસ્વીરમાં અર્જુને પોતાના દીકરાના નાના નાના હાથ પકડી રાખ્યા છે.જ્યારથી અર્જુનના દીકરાનો જન્મ થયો છે તેઓ મોટાભાગે પોતાના દીકરાની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શેર કરતા રહ્યા છે.

આગળના દિવસોમાં ગૈબ્રિએલાએ દીકરા સાથેની પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી,તસ્વીરમાં ગેબ્રિએલાએ પોતાના નાના દીકરાને ખોળામાં લીધેલી દેખાઈ રહી છે.દીકરાના જન્મની ખુશી અર્જુનની સાથે સાથે ગૈબ્રિએલાના ચેહરા પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.ગૈબ્રિએલાએ ક્યૂટ તસ્વીરની સાથે કૈપ્શનમાં લખ્યું કે,”થાકેલી છું પણ પ્રેમમાં છું”.

 

View this post on Instagram

 

Grateful for you two ❤️ can’t wait to meet you …

A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) on

જાણકારી અનુસાર ગૈબ્રિએલાની ડિલિવરી સિઝેરિયરન દ્વારા થયેલી છે. જણાવી દઈએ કે દિકારાના પહેલા અર્જુનની બે દીકરીઓ મહિકા અને માયરા છે. બંને દીકરીઓ અર્જુનની પહેલી પત્ની જેસિયાની છે.અર્જુનના ત્રીજી વાર પિતા બનવાની ખુશીમાં બંને દીકરીઓએ અર્જુનને મળવા માટે હોસ્પિટલ પણ પહોંચી હતી. ગૈબ્રિએલાને જયારે હોસ્પિટલમાં એડમિટ કરવા આવી હતી ત્યારે પણ બંને દિરકીઓ સાથે રહી હતી.

 

View this post on Instagram

 

Like father like son. #strikeapose

A post shared by Arjun (@rampal72) on

અર્જુન રામપાલ અને ગૈબ્રિએલા આગળના એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.બંનેની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી, જો કે હજી સુધી બંન્નેએ લગ્ન કર્યા નથી.વર્કફ્રન્ટની વાત કરીયે તો અર્જુન છેલ્લી વાર ફિલ્મ ‘પલટન’ માં જોવા મળ્યા હતા.જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. અર્જુનની આવનારી ફિલ્મ ‘નાસ્તિક’ છે.

ગેબ્રિએલના પહેલા અર્જુને પોતાના લાડલા દીકરાની તસ્વીર પોસ્ટ કરી હતી જેમાં તેમણે પોતાના દીકરાના હાથ પકડી રાખ્યા હતા અને કૈપ્શનમાં લખ્યું કે,””Ufff!”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks