ખબર ફિલ્મી દુનિયા

મલાઇકાને લઇને ખૂબ જ રોમેન્ટિક છે અર્જુન કપૂર, વેલેન્ટાઇન ડે પર મલાઇકા અને અર્જુન એકસાથે જોવા મળ્યા, શેર કરી તસવીરો

૪૭ વર્ષની મલાઈકા ભાભીને નાના પ્રેમીએ એવી એવી ગિફ્ટ આપી કે ભલભલાને જલસા થશે

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂરે વેલેન્ટાઇન ડે સાથે સેલિબ્રેટ કર્યો હતો. મલાઇકા અરોરા અને અર્જુને વેલેન્ટાઇન ડે ખાસ રીતે મનાવ્યો હતો. અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પણ શેર કરી છે.

Image source

અર્જુન કપૂરે ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા માટે વેેલેન્ટાઇન ડેની ખાસ તૈયારી કરી હતી. અર્જુન કપૂરે જે તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે તેમાં એક તસવીરમાં મલાઇકા સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. ત્યાં મલાઇકા એ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસવીર શેર કરી છે. તેણેે એક તસવીર શેર કરી છે જેમાં કેન્ડલ લાઇટ ડિનરનું ટેબલ જોવા મળી રહ્યું છે.

મલાઇકાએ અર્જુન કપૂરની એક તસવીર શેર કરી છે જેમાં તેમણે એક ટી શર્ટ પહેરેલી છે અને તેમાં લખેલું છે કે, “લવ ઇઝ ઇન ધ એર”

મલાઇકા અને અર્જુન કપૂરે વેલેન્ટાઇન ડે ખાસ અંદાજમાં મનાવ્યો હતો. બંનેએ તેમના આ વેલેન્ટાઇનની તસવીરો શેર કરી છે.

તમને જણાવી દઇએ કે, મલાઇકા અને અર્જુને તેમના સંબંધને 2019માં ઓફિશિયલ કર્યો હતો. બંને અમેરિકામાં સાથે વેકેશન મનાવી રહ્યા હતા. મલાઇકાએ અર્જુન કપૂરના બર્થ ડે પર એક ખૂબસુરત તસવીર પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઇકા અને અર્જુને થોડા સમય પહેલા જ એકસાથે ગોવામાં વેકેશન મનાવ્યુ હતું. બંનેએ એક સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી.

મલાઇકા અને અર્જુન તેમના રિલેશનને લઇને ઘણા સમયથી ચર્ચામાં છે. તેઓએ શરૂઆતમાં તેમના સંબંધને છૂપાવીને રાખ્યો હતો પરંતુ 2019માં ઓફિશિયલ કર્યો હતો. ત્યાર બાદથી તેઓ ઘણીવાર એકબીજા સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા રહે છે.