બહેનની બર્થ ડે પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ લુકમાં દીકરા સાથે પહોંચી મલાઇકા અરોરા, ખૂબસુરત અંદાજે ખેંચ્યુ બધાનું ધ્યાન

અમૃતા અરોરાએ હાલમાં જ એટલે કે સોમવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. અમૃતા અરોરાના જન્મદિવસની એક રાત પહેલા, કરીના કપૂરના ઘરે એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા તેના પુત્ર અરહાન ખાન સાથે જોવા મળી હતી, જ્યારે અર્જુન કપૂરે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીની ઘણી અંદરની તસવીરો કરીના અને અમૃતાએ શેર કરી હતી. પરંતુ આ પાર્ટીની કેટલીક તસવીરો છે જેમાં ઘરની બહાર સ્ટાર્સની ઝલક જોવા મળે છે. મલાઈકા અરોરા પુત્ર અરહાન સાથે જોવા મળી હતી. મલાઈકા પાર્ટી મૂડમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

આ પાર્ટીમાં અમૃતા અરોરા પણ પોતાના પતિ અને પુત્ર સાથે સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી. ગર્લ્સ ગેંગે આ પાર્ટીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કરી છે. કરીના કપૂરે પણ જન્મદિવસ પૂર્વેની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ પહોંચ્યો હતો. અર્જુન આ પાર્ટીમાં મલાઈકા સાથે નહીં પરંતુ પોતાની અલગ કારમાં આવ્યો હતો.

અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા ભલે 48 વર્ષની હોય, પરંતુ તેની ટોન્ડ પર્સનાલિટી જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. આનું કારણ એ છે કે 48 વર્ષની મલાઈકા એવી સ્ટાઇલ કેરી કરે છે કે તે 25 વર્ષની યંગ અભિનેત્રીઓને પણ માત આપે છે.હાલમાં મલાઇકાની જે તસવીરો સામે આવી છે, તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ચાહકો તેની સરખામણી તેના પુત્રની ઉંમર સાથે કરવા લાગી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Plus (@bollywoodpluslive)

જ્યારે મલાઇકા તેની બહેન અમૃતા અરોરાના જન્મદિવસની ઉજવણી કરવા બેબોના ઘરે પહોંચી ત્યારે તેણે એવા કપડા પહેર્યા હતા, જેમાં તેને જોઈને બધાની નજર તેના પર અટકી ગઇ હતી. બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાના જન્મદિવસ પર, કરીના કપૂર ખાને તેના ઘરે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મલાઈકા અરોરા તેના પુત્ર અરહાન ખાન સાથે પહોંચી હતી. આ પાર્ટી માટે, મલાઈકાએ સ્ટાઇલિશ લુક પસંદ કર્યો હતો. મલાઇકાનો આ લુક ઘણો જ બોલ્ડ અને સ્ટાઇલિશ હતો.

કર્વી ફિગર ધરાવતી મલાઇકાએ તેની બહેનના જન્મદિવસની પાર્ટી માટે બ્લેક બ્લેઝર ડ્રેસ પસંદ કર્યો હતો, જેની ફિટિંગ અને લંબાઈ અભિનેત્રીના શરીરને જબરદસ્ત બોલ્ડ બનાવી રહી હતી. આઉટફિટની લંબાઈ ઘણી જ શોર્ટ રાખવામાં આવી હતી, જે હેમલાઈનને ફ્લેટ-ફ્રી ફ્યુઝ લુક આપતી હતી. ત્યાં, ડ્રેસમાં એક પટ્ટાવાળી પેટર્ન હતી, જે પોતાનામાં એક અલગ તત્વ પેદા કરી રહી હતી. ફિટિંગ સાથેના સ્ટ્રેટ-કટ ડ્રેસમાં ડીપ નેકલાઇન હતી, જેમાં ફુલ સ્લીવ્ઝની સાથે આગળના ભાગમાં કોલરની ડિટેલ ઉમેરવામાં આવી હતી.

એક તરફ, જ્યાં ડ્રેસનો ઉપરનો ભાગ તેના ડીપનેક લુકના કારણે શૈલીમાં બોલ્ડનેસ ઉમેરી રહ્યો હતો, તો બીજી તરફ કટ-આઉટ ડિઝાઇન મલાઈકાની ટોન્ડ કમરને આત્મવિશ્વાસપૂર્વક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ આ લુકમાં પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા. અભિનેત્રીએ તેના લુકને કંપલીટ કરવા માટે બ્લેક હાઈ-હીલ શૂઝ પહેર્યા હતા, જેની સાથે તેણે તેના હાથમાં કાળા રંગની બેગ લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Spotted (@spottedtrapes)

Shah Jina