મનોરંજન

હાથમાં હાથ નાખીને મુંબઈના રસ્તા પર ફરતા જોવા મળ્યા અર્જુન-મલાઈકા, ફોટોગ્રાફરને જોતા જ કરી બેઠા આવું

અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના સ્ટાઈલિશ અંદાજ માટે ખુબ ચર્ચિત રહે છે. મોટાભાગે મલાઈકા પોતાના કાંતિલાના અંદાજની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

Image Source

તેના સિવાય મલાઈકા અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધને લઇને પણ અવાર નવાર ચર્ચાનો વિષય બની જ જાય છે. બંન્ને મોટાભાગે પાર્ટી કે ઇવેન્ટમાં સાથે જોવા મળે છે અને મોટાભાગે તેને રેસ્ટોરેન્ટની બહાર પણ જોવામાં આવે છે. મીડિયાના કેમરા પણ બંન્નેની તસ્વીરો લેવા માટે ખુબ આતુર રહે છે.

Image Source

એવામાં તાજેતરમાં જ અર્જુન-મલાઇકોનો વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે જેમાં બંન્ને એકબીજાનો હાથ પકડીને મુંબઈના રસ્તા પર ફરતા જોવા મળ્યા છે. જો કે હંમેશા બંન્ને કેમેરાને જોઈને અલગ અલગ થઇ જાય છે પણ આ વખતે તેઓએ એવું કઈ ન કર્યું અને પોતાના અંદાજમાં એકબીજાનોહાથ પકડીને ચાલતા રહ્યા હતા.

Image Source

શુક્રવારની રાતે અર્જુન-મલાઈકા એક મિત્રની પાર્ટીમાં શામિલ થયા હતા. પાર્ટી પુરી થયા પછી અર્જુન મલાઈકાને છોડવા માટે બહાર આવ્યો હતો. આ સમયે બંન્ને રોમેન્ટિક અંદાજમાં એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા.  બંન્નેની તસ્વીર અને વિડીયો ઈન્ટરેન્ટ પર ખુબ વાયરલ થઇ રહ્યા છે. વીડિયોને અર્જુન કપૂરના ફેન ક્લ્બ દ્વારા શેર કરવામાં આવેલો છે.

Image Source

લોકો તેની તસ્વીરો અને વિડીયો પર ખુબ પ્રતીક્રિયાઓ આપી રહ્યા છે. આ દરમિયાન અર્જુન કપૂરે લીલા રંગની ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરી રાખ્યું હતું જ્યારે મલાઇકાએ સફેદ રંગની ટીશર્ટ અને બ્લેક પેન્ટ અને જેકેટ પહેરી રાખ્યું હતું, જેમાં તે હંમેશાની જેમ ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

જો કે આ પહેલી વાર નથી કે અર્જુન-મલાઈકાને એકસાથે જોવામાં આવ્યા હોય. બંન્ને કેટલી પણ કોશિશ કરી લે પણ મીડિયાના કેમેરા તેને કૈદ કરી જ લે છે. જો કે બંન્નેએ લગ્ન વિશે હજી કંઈપણ ખુલાસો કર્યો નથી.

Image Source

મલાઈકા અરોરા હાલના દિવસોમાં ‘ઇન્ડિયાસ બેસ્ટ ડાન્સર’ શો જજ કરી રહી છે જ્યારે અર્જુન કપૂર પરિનીતી ચોપરા સાથે ‘સંદીપ ઔર પિંકી ફરાર’ ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’માં પણ જોવા મળશે.

જુઓ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો વિડીયો…

 

View this post on Instagram

 

#arjunkapoor #malaikaarora

A post shared by Anil Nalawade (@anil_nalawade) on

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.