આખરે વિદેશથી ફરીને પાછા આવ્યા મલાઈકા અર્જુન, મલાઈકા સફેદ બ્રાલેટ ટોપમાં દેખાઈ
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પેરિસમાં ડ્રીમી બર્થ ડે સેલિબ્રેશન પછી મુંબઇ પરત ફર્યા છે. બંને પરત ફરતાની સાથે જ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એરપોર્ટ પર મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળ્યા હતા. બંનેને એકસાથે જોઈને પેપરાજીઓ પણ તેમને પોતાના કેમેરામાં કેદ કરવા ઉમટી પડ્યા હતા. બસ પછી શું પેપરાજીઓએ મલાઇકા અને અર્જુનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા, જે જોતજોતામાં જ વાયરલ થઇ ગયા.
તસવીરો અને વીડિયોમાં જોઇ શકાય છે કે, અર્જુને બ્લેક પેન્ટ અને શૂઝ સાથે બ્લેક લોંગ સ્લીવ ટી-શર્ટ પહેર્યું હતું. અર્જુન ઓલ બ્લેક લુકમાં સ્માર્ટ લાગતો હતો. મલાઈકા અરોરાએ સફેદ બ્રાલેટ સાથે બેજ પેન્ટ સૂટ પહેર્યો હતો. અર્જુન કપૂર મલાઈકા માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે. દરેક વ્યક્તિ આ જાણે છે. એરપોર્ટ પર કપલને એકસાથે જોઈને મલાઈકા સાથે ફોટો ક્લિક કરવા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
ભીડને જોઈને અર્જુને પાછળ જવાનું કહ્યું અને મલાઈકાને પોતે પ્રોટેક્ટ કરી. આ દ્રશ્ય થોડું ફિલ્મી જેવું લાગી રહ્યુ હતુ, પરંતુ આ વાસ્તવિક છે. આ જોઇને ચોક્કસથી ચાહકોના મોઢામાંથી વાહ… નીકળી ગયુ હશે. જણાવી દઇએ કે, 26 જૂને અર્જુન કપૂરે પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસ માટે અર્જુન તેની લેડી લવ મલાઈકા અરોરા સાથે પેરિસ વેકેશન પર ગયો હતો.
પેરિસમાં અર્જુન અને મલાઈકાએ તેમની દરેક ક્ષણને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી. બંને ત્યાં ઘણો જ આનંદ માણી રહ્યા હતા. આ સાથે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને દરેક અપડેટ પણ આપી રહ્યા હતા. મલાઈકા અને અર્જુન જન્મદિવસની ઉજવણી બાદ ઘરે પરત ફર્યા છે. પેરિસમાં એક અઠવાડિયાના રોમેન્ટિક વેકેશન બાદ લવબર્ડ્સ મુંબઈ પરત આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુન વચ્ચે ઉંમરમાં મોટો તફાવત છે અને અભિનેત્રી પહેલાથી જ પરિણીત હતી, તેથી કપલને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ઘણીવાર ટ્રોલ પણ થાય છે પરંતુ મલાઈકા અને અર્જુન બંને એકબીજાને સારી રીતે સમજે છે અને ટ્રોલર્સની વાતોથી પણ તેમને કોઇ ફરક પડતો નથી. તેમની ગણતરી બોલિવૂડના પાવર કપલ્સમાં થાય છે.
View this post on Instagram
મલાઈકા અરોરા 48 વર્ષની છે જ્યારે અર્જુન કપૂરે હાલમાં જ તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો છે. મલાઈકા અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈ ચૂકી છે અને એક પુત્રની માતા પણ છે, જેના કારણે લોકો ઘણીવાર તેને ટ્રોલ કરે છે પરંતુ તેમ છતાં બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી અને મજબૂત બોન્ડિંગ છે.