મનોરંજન

અર્જુનને કેક બનાવતો જોઈને પોતાને રોકી ના શકી પ્રેમિકા મલાઈકાએ, એવી કરી કોમેન્ટ કે હવે થઇ રહી છે ચર્ચા

દેશભરમાં લોકડાઉન હોવાના કારણે દેશના મોટાભાગના લોકો પોતાના ઘરમાં છે ત્યારે બોલીવુડના ફિલ્મ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ પોતાના ઘરમાં જ છે અને પોતાના ઘરમાં રહીને પણ તે પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા રહે છે. પોતના ઘરમાં જ રહેલા અભિનેતા અર્જુન કપૂરે પણ પોતાના રસોડામાં જઈને કેક બનાવી હતી અને તેના બાદ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની જાતને રોકી શકી નહોતી અને કોમેન્ટ કરી બેઠી હતી જેના બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું.

Image Source

અરજુન કંપાઊરે રસોડાની અંદર એક સ્પેશિયલ ડીશ બનાવતો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો હતો, આ વીડિયોમાં અર્જુન કપૂર કેક બનાવતો જોવા મળે છે સાથે તેની સાથે તેનું ડોગી પણ નજર આવે છે. આ ઉપરાંત વીડિયોના બેકગ્રાઉન્ડમાં “ગુન્ડે” ફિલ્મનું ગીત “તુને મારી એન્ટ્રી” પણ  સંભળાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

આ વિડીયો શેર કરતા અર્જુને લખ્યું છે કે “મને આ રીતે કિચનમાં જોઈને ઘણા લોકોના મગજમાં ગુન્ડે ફિલ્મનું ગીત વાગી રહ્યું હશે, કારણ કે તે પહેલીવાર મને રસોડામાં આ રીતે ખાવાનું બનાવવાનું નાટક કરતો જોઈ રહ્યા હશે.” અર્જુનને આ રીતે ખાવાનું બનાવતો જોઈને મલાઈકા પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી શકી નહીં.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

મલાઈકાએ અર્જુન કપૂરની પોસ્ટ ઉપર કોમેન્ટ કરીને: “હમ્મમ” લખ્યું છે. મલાઈકાની આ કોમેન્ટ વાયરલ થઇ રહી છે. મલાઈકા અને અર્જુન આ રીતે એકબીજાની પોસ્ટ ઉપર પહેલા પણ કોમેન્ટ કરતા જોવા મળ્યા છે. આ બંને રિલેશનશિપમાં પણ છે આ વાતનો ખુલાસો મલાઈકાએ જ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને આપ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.