ફિલ્મી દુનિયા

અર્જુન કપૂરે શેર કરી સુશાંત સિંહ સાથેની પહેલાની ચેટ, કહ્યું- હું તે ખાલીપણાને સમજુ છું

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી પૂરો દેશ સદમામાં છે. સુશાંત આગળના છ મહિનાથી ડિપ્રેશનમાં હતા અને ઈલાજ પણ ચાલી રહ્યો હતો. સુશાંતના રૂમમાંથી ડિપ્રેશનની ઘણી દવાઓ પણ મળી આવી હતી. જો કે આગળના અમુક દિવસોથી તેણે ડિપ્રેશનની દવાઓ ખાવાનું બંધ કરી દીધું હતું.

Image Source

સુશાંતના નિધન પર બૉલીવુડ અને ટીવી જગતના ઘણા સિતારાઓએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી છે, જેમાં અભિનેતા અર્જુન કપૂર પણ શામિલ છે. અર્જુન કપૂરે અમુક દિસવો પેહલા જ સુશાંત સાથે ચેટ કરી હતી જેનો સ્ક્રીનશોટ અર્જુને શેર કરીને સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી.અર્જુને પોતાની પોસ્ટમા લખ્યું હતું કે કેદારનાથ રિલીઝના સમયે અર્જુને સુશાંત સાથે વાત કરી હતી, અને ફિલ્મની સફળતા પર શુભકામના પણ આપી હતી.

Image Source

અર્જુને લખ્યું કે,”કેદારનાથના રિલીઝના અમુક સમય પછી જ્યા પુરી ટિમ જશ્ન મનાવી રહી હતી તો સુશાંત પોતાની માં ને યાદ કરી રહ્યા હતા. હું તે દર્દને સમજી શકું છે જે દર્દ સુશાંતે પોતાની માં ને અનુભવ્યું છે. સુશાંતે પોતાની માં ને  ગુમાવ્યા પછી જે ખાલીપણાનાનો અનુભવ કર્યો છે તેને હું પણ સારી રીતે અનુભવ કરી શકું છું”. જણાવી દઈએ કે અર્જુન કપૂરની માં અને બોની કપૂરની પહેલી પત્ની મોનાનું વર્ષ 2012 માં નિધન થયું હતું.

Image Source

અર્જુને આગળ કહ્યું કે,”હું અપેક્ષા કરું છું કે તને શાંતિ મળી ગઈ હશે, જે કંઈપણ થયું તેને અમે સમજવાની અને શોધવાની કોશિશ કરશું. હું માત્ર અપેક્ષા કરું છું કે જયારે આ તમાશો બંધ થશે અને આપણે એક સમાજના સ્વરૂપે સામે આવશું તો અમને એ વાતનો અહેસાસ થાય કે તે આ પગલું કોઈ કમજોર ક્ષણને લીધે નહિ પણ ઘણી ભાવનાઓની હદ પર કરવાને લીધું લીધું છે, જે એક વ્યક્તિને પરિભાષિત કરે છે તેના પ્રોફેશનથી અલગ થઈને, આરામ કરો મારા પ્યારા ભાઈ સુશાંત”.

Image Source

હવે પોલીસ સમગ્ર ઘટનાની શોધખોળમાં લાગી ચુકી છે. સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે અને હાલની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને નજીકના અમુક ખાસ મિત્રોના મંતવ્ય પણ લેવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે સુશાંતના રૂમમાંથી કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.