બૉલીવુડના પ્રેમી પંખીડા અને સેલેબ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના પ્રેમ પ્રકરણની ચર્ચા તો થતી રહે છે. અર્જુન-મલાઈકા સાથે સ્પોટ થતા રહે છે.
View this post on Instagram
હાલમાં જ અર્જુન-મલાઈકા સ્પોટ થયા હતા. મલાઈકા-અર્જુનની જોડીને લોકો પણ બહુજ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર બન્નેની તસ્વીર વાયરલ થતી જ રહે છે. ત્યારે હાલમાં જ અર્જુન કપૂરે લગ્નને લઈને જવાબ આપ્યો હતો.
View this post on Instagram
અર્જુન કપૂર અને મલાઈકા બી ટાઉન સેલેબ્સ છે. ફેન્સ હંમેશા તેના વિષે જાણવા ઉત્સુક હોય છે. અર્જુન અને મલાઈકાએ કયારે પણ જાહેરમાં સ્વીકાર નથી કર્યું કે બંને સાથે છે અને લગ્ન કરશે. ઘણી વાર અર્જુન અને મલાઈકાના લગ્નની તારીખ પણ સામે આવી ચુકી છે પરંતુ અંતે તે અફવાહ જ સાબિત થઇ છે.
View this post on Instagram
હાલમાં જ અર્જુન કપૂરે એક અંગ્રેજી વેબસાઈટ ધ મુંબઇ મિરરને આપેલા ઇન્ટરવ્યૂમાં લગ્નને લઈને ખુલાસો કર્યો હતો. અર્જુન કપૂરને લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેને જવાબ આપ્યો હતો કે, હું જયારે પણ લગ્ન કરીશ મીડિયાને જરૂર જાણ કરીશ.
View this post on Instagram
મારી પાસે છુપાવવા માટે કંઈ જ નથી. પરંતુ હું આટલી જલ્દી લગ્ન કરવા નથી માંગતો. આ વાતચીત દરમિયાન અર્જુને એક પણ વાર મલાઈકાનું નામ લીધું ના હતું.
View this post on Instagram
આ સિવાય ઇન્ટરવ્યૂ દરમિયાન અર્જુન કપૂરે તેની અંગત જિંદગીને લઈને પણ વાત કરી હતી. અર્જુને કહ્યું હતું કે, હું એડજસ્ટ થવા માટે જરૂરી સમય લઈ રહ્યો છું પરંતુ હું પહેલો અથવા છેલ્લો એક્ટરે નથી કે લોકો મારી અંગત જિંદગી વિષે વધુમાં વધુ જાણવા માંગે છે.
View this post on Instagram
અહીં એક રીતે સ્ટારડમની કિંમત ચૂકવવી પડે છે. જો કોઈને આ બધું પસંદ ના હોય ત તે ખોટું છે. હું કોઈને પણ મારા વિષે લખતા નથી રોકી શકતો. કારણકે લોકો મારા વિષે જાણવા માંગે છે. જો કોઈ લોકો સન્માનપૂર્વક લખેં તો મને કોઈ પણ વસ્તુથી તકલીફ નથી.
View this post on Instagram
અર્જુનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાણીપત’માં નજરે આવશે. આ ફિલ્મમાં કૃતિ સેનન સાથે સંજય દત્ત, પદ્મિની કોલ્હાપુરી અને મોહનિશ બહલ લીડ રોલમાં છે. અર્જુન આ ફિલ્મમાં સદાશિવ રાવ ભાઉનો રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે સિનેમાઘરમાં રિલીઝ થશે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.