મનોરંજન

મલાઈકા અરોરા સાથેના લગ્નને લઈને અર્જુન કપૂરે આપ્યું નિવેદન, જાણીને બધા જ થશે હેરાન

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂર સાથેના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મલાઈકા તેની તસ્વીર અને વિડીયો શેર કરટી રહે છે. મલાઈકા અરોરા તેના અને અર્જુન કપૂરના સંબંધને થોડા સમય પહેલા જ જાહેર કર્યો હતો.

મલાઈકા અને અર્જુન ઘણા સમયથી એકબીજા ડેટ કરવાની ખબરને લઈને ચર્ચામાં છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બન્ને એકસાથે પાર્ટીમાં કે રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થતા રહે છે. હાલમાં જ મલાઈકા અરોરા તેના લગ્નને લઈને એક વાત કહી હતી, તો અર્જુન કપૂરે પણ તેના લગ્નને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

હાલમાં જ અર્જુન કપૂરની ફિલ્મ પાણિપતનું ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મમાં ટ્રેલર લોન્ચ દરમિયાન અર્જુન કપુરે તેની ફિલ્મોમાં સિવાય તેની અંગત જિંદગીને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આટલું જ નહીં અર્જુન કપૂરે તેના લગ્નને લઈને મહત્વપૂર્ણ વાત કરી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર,અર્જુન કપૂરને તેના લગ્નને લઈને કરેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, તે હાલમાં લગ્ન કરવા નથી માંગતો. જયારે પણ લગ્ન કરશે બધાને આમંત્રિત કરશે.

લગ્ન ના કરવાનું કારણ જણાવીને અર્જુન કપૂરે કહ્યું હતું કે, તેના પરિવારમાં પહેલા લગ્ન હોય ત્યારે તે લગ્નને લઈને કોઈ ઉતાવળ કરવા નથી માંગતો. અર્જુન કપૂરના આ નિવેદનને લઈને ઘણી ચર્ચા કરવામાં આવે છે. અર્જુન કપૂરની સાથે-સાથે મલાઈકા અરોરાએ પણ તેના લગ્નને લઈને પણ મોટી વાત કરી હતી.

હાલમાં જ મલાઈકા અરોરાએ પણ નેહા ધૂપિયાના ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ માં પહોંચી હતી. આ દરમિયાન મલાઈકાએ તેના લગ્નને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. મલાઈકાએ જણાવ્યું હતું કે, કંઈ રીતે લગ્ન કરવા ઈચ્છે છે.

મલાઈકા અરોરાએ તેની ડ્રિમ વેડિંગ બાબતે જણાવ્યું હતું કે, મારા લગ્ન બીચ પર થશે. મારા લગ્નમાં બધું જ સફેદ થશે. મારા લગ્નમાં બધી જ વસ્તુ સફેદ ઇચ્છુ છું. હું સફેદ ગાઉન પહેરીને લગ્ન કરીશ. મારા લગ્નમાં બ્રાઇડ્સમેટ્સ મારી ગર્લગેંગ હશે. મને બ્રાઈડસમેટ્સનો કોન્સેપટ ઘણો પસંદ છે. નેહા સાથે વાત કરતા મલાઈકાએ અર્જુન સાથે જોડાયેલી વાત કરી હતી. મલાઈકાએ કહ્યું હતું કે, અર્જુનને લાગે છે કે હું તેની સારી તસ્વીર નથી ખેંચતી, જયારે તે મારી સારી તસ્વીર ખેંચે છે.

અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ફિલ્મ પાનીપતમાં અર્જુન કપૂરની સાથે કૃતિ સેનન,સંજય દત્ત, મોહનિશ બહલ, સુહાસિની મમુલે અને જીનત અમાન જેવા કલાકારો લીડ રોલમાં છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.