બોલિવુડ બોયકોટ ટ્રેન્ડ પર ભડક્યો અર્જુન કપૂર, બોલ્યો- લોકોને સબક શીખવાડવું જરૂરી છે, હવે વધારે થઇ રહ્યુ છે

બોલિવુડ ઇન્ડસ્ટ્રી આ સમયે ડૂબતી જઇ રહી છે. કોઇપણ ફિલ્મ દર્શકો વચ્ચે કંઇ ખાસ કમાલ દેખાડી રહી નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સ અલગ બોયકોટ બોલિવુડ ટ્રેન્ડ ચલાવી રહ્યા છે.

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની ફિલ્મ રક્ષા બંધનની ધીમી કમાણીને કારણે હ્રતિક રોશનની આવનાની ફિલ્મ વિક્રમ વેધા અને રણબીર કપૂર-આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્ર તેમજ શાહરૂખ ખાનની પઠાનને લઇને પણ સોશિયલ મીડિયા પર બોયકોટ ટ્રેન્ડ ચાલુ થઇ ગયો છે. આ જ કોન્ટ્રોવર્સી પર રિએક્ટ કરતા હાલમાં અર્જુન કપૂરે પોતાની વાત રાખી છે.

બોલિવૂડ હંગામા સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર ફિલ્મોના બોયકોટ વિશે વાત કરી. અર્જુન કપૂરનું કહેવું છે કે સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ એકસાથે આવીને તેની સામે લડવું પડશે. અર્જુન કપૂરે કહ્યું, “ઇન્ડસ્ટ્રીના લોકોએ ચૂપ રહીને ખોટું કર્યું છે.

લોકો અમારા મૌનનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ જે મનમાં આવે છે તે બોલી રહ્યા છે. મને લાગ્યું કે અમારું કામ બોલશે. શા માટે આપણે આના પર પ્રતિક્રિયા આપીને આપણા હાથ ગંદા કરવા જોઈએ, પરંતુ વસ્તુઓ મર્યાદા કરતાં વધી રહી છે.

લોકોનો બોલિવૂડનો બહિષ્કાર કરવાની આ સિસ્ટમ હવે આદત બની ગઈ છે.” અર્જુન કપૂરે વધુમાં કહ્યું કે બધા સાથે આવી તેની સામે અવાજ ઉઠાવો, કારણ કે જે લોકો આપણા વિશે લખી રહ્યાં છે, હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે,

તેઓને વાસ્તવિકતાની ખબર નથી. જ્યારે અમે કોઈ ફિલ્મ કરીએ છીએ અને તે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે છે ત્યારે લોકો અમને પસંદ કરે છે. અમારી અટકને કારણે નહીં, પણ અમારા કામને કારણે. હવે વસ્તુઓ વધુ બનવા લાગી છે, તે બિલકુલ વાજબી નથી.

અર્જુન કપૂરે કહ્યું કે શુક્રવારે સવારે લોકોમાં જે સ્પાર્ક છે, નવી ફિલ્મને લઈને ઉત્તેજના અને ઈન્ડસ્ટ્રીની ચમક, બધું જ નીચું જઈ રહ્યું છે. જો તમે સતત કાદવ ફેંકતા રહેશો તો નવી કાર પણ થોડી ચમક ગુમાવશે ને? અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં કાદવનો સામનો કર્યો છે કારણ કે અમે લોકોની વસ્તુઓ જોઈ નથી કે તેના પર પ્રતિક્રિયા આપી નથી. અમને લાગતું હતું કે લોકોની વિચારસરણી બદલાઈ જશે, તે પણ ફિલ્મ રિલીઝ થયા બાદ પરંતુ તે અટકવાનું નામ નથી લઈ રહી.

જણાવી દઇએ કે, અર્જુન કપૂર બોલિવુડનો ટિનસેલ ટાઉનમાં સૌથી હોનહાર એક્ટર્સમાંનો એક છે. તેણે વર્ષ 2012માં ઇશ્કઝાદેથી પોતાની અભિયન કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તેની મોટી ફેન ફોલોઇંગ છે. તેના ચાહકો તેને સિલ્વર સ્ક્રીન પર જોવાનું પસંદ પણ કરે છે. અર્જુન છેલ્લે હાલમાં જ થોડા સમય પહેલા રીલિઝ થયેલી ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતારિયા, દિશા પટની અને જોન અબ્રાહમ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેના પરફોર્મન્સની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી.

Shah Jina