અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત જોડીમાંથી એક છે. બંને ઘણીવાર એકબીજા સાથેના ફોટોઝ અને વીડિયો શેર કરતા રહે છે. ચાહકોને પણ બંનેની જોડી ખૂબ જ પસંદ આવે છે. બંનેના લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર અવારનવાર થતી રહે છે. તેમના ચાહકો પણ બંનેના લગ્નની રાહ જોઈ રહયા છે. પરંતુ દરેક વખતે લગ્નમાં મોડું થવાના સમાચાર સાંભળીને ચાહકો નિરાશ થઈ જાય છે.
View this post on Instagram
હવે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના લગ્નમાં થતા વિલંબનું કારણ સામે આવ્યું છે. બંનેના લગ્નને લઈને એક મોટી ખબર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઇકા લગ્ન માટે તૈયાર છે પણ અર્જુનના કારણે મોડું થઇ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, અર્જુન કપૂર હાલ લગ્ન માટે તૈયાર નથી.
View this post on Instagram
જો કે અર્જુનનો પરિવાર ઇચ્છે છે કે તે વહેલી તકે લગ્ન કરી લે, પણ અર્જુને હાલ લગ્ન કરવાથી ઇન્કાર કરી દીધો છે. અર્જુનને જયારે યોગ્ય સમય લાગશે ત્યારે એ લગ્ન કરશે. હવે આ વાત સાચી છે કે માત્ર ખબર જ છે એ તો અર્જુન અને મલાઈકા જ જણાવી શકે છે.
View this post on Instagram
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન અર્જુનને તેના લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે શું પરિવારના સભ્યો તરફથી લગ્નનું કોઈ દબાણ છે? આ સવાલનો જવાબ આપતી વખતે અર્જુને કહ્યું હતું, ‘મારું કુટુંબ જાણે છે કે હું દરેકની વાત સાંભળું છું, પણ હું કરું મારી મરજીથી છું. હું હંમેશાં વધુ મેચ્યોર રહ્યો છું. તેઓ જાણે છે કે જ્યારે પણ હું કોઈ નિર્ણય લઈશ, ત્યારે હું તે સમજી વિચારીને લઈશ, ન તો હું ખૂબ ઉતાવળ કરીશ, ન બધું મોડું, પરંતુ માત્ર ત્યારે જ જયારે મને યોગ્ય લાગશે.’ અર્જુને આગળ કહ્યું, ‘જ્યારે મને લાગશે કે સેટલ થવું જોઈએ, ત્યારે હું કોઈથી છુપાવીશ નહીં.’
View this post on Instagram
જ્યારે મલાઈકા સાથે લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, અત્યારે આ વિશે કંઇ કહેવું બહુ વહેલું હશે. આપણે એક સમયે ફક્ત એક પગલું લઈ શકીએ છીએ. અમે હમણાં એક-એક કરીને પગલાં ભરી રહયા છીએ.