મનોરંજન

ભાભી મલાઈકાની નણંદથી લઈને આટલી છોકરીઓ સાથે લફરું કરીને અર્જુન કપૂર એક જગ્યાએ ટક્યો છે, જુઓ

47 વર્ષના મલાઈકા આંટીથી લઈને આ 5 રૂપાળી હીરોઇનો જોડે ઇશ્ક લડાવી ચુક્યો છે અર્જુન…જુઓ

આજકાલ અર્જુન કપૂર તેની ફિલ્મોથી વધુ મલાઈકા સાથેના તેના સંબંધને લઈને ચર્ચામાં રહે છે. અર્જુન અને મલાઈકા કોઈને કોઈ ખબરને લઈને ચર્ચામાં રહેતા હોય છે.

કયારેક અર્જુન કપૂર મલાઈકા સાથે વેકેશનને લઈને તો કયારેક તેની તસ્વીર પર કમેન્ટ કરીને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે, બંને જલ્દીથી લગ્નગ્રંથિથી બંધાઈ જશે. પરંતુ બંનેએ આ ખબરને અફવાહ જણાવી હતી.

અર્જુન કપૂર જે રીતે મલાઈકાની આગળ-પાછળ ફરે છે તે જોઈને લાગે છે કે તે તેનો દીવાનો છે. ઘણા લોકો તો અર્જુનને આ વાતને લઈને ટ્રોલ પણ કરે છે. અર્જુન કપૂર અને મલાઈકાને આ વાતને લઈને કોઈ અસર નથી.

પરંતુ આ પોસ્ટમાં આજે એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે હેરાન થશો. શું તમે જાણો છો કે,મલાઈકાને પાગલની જેમ પ્રેમ કરનારો અર્જુન કપૂર આ પહેલા 5 છોકરીઓને ડેટ કરી ચુક્યો છે. આજે ભલે તે સિરિયસ રિલેશનશિપમાં હોય પરંતુ મલાઈકા પહેલા અનેક અફેર રહી ચુક્યા છે.

આવો જાણીએ કંઈ યુવતીઓ સાથે અર્જુન રિલેશનશિપમાં રહ્યો છે.

Image Source

1.અથિયા શેટ્ટી

ખબરોનું માનીએ તો અર્જુન કપૂરે એક સમયે સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીને ડેટ પણ કરી છે. જોકે, જ્યારે અર્જુનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આથિયાને તેનો ખૂબ જ સારી મિત્ર જણાવી હતી. આથિયાએ ફિલ્મ ‘હિરો’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ‘મુબારકા’ અને ‘નવાબઝાદે’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

Image Source

2.અર્પિતા ખાન

બહુ ઓછા લોકો જાણતા હશે કે અર્જુન કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા પહેલા સલમાન ખાનની દત્તક લીધેલી બહેન અર્પિતા ખાનને ડેટ કરી રહ્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અર્જુને કહ્યું કે અત્યાર સુધીમાં તેનું અર્પિતા સાથે તેનું પહેલું અને છેલ્લું અફેર રહ્યું છે. જોકે, અર્પિતાના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા અને તે એક દીકરાની માતા પણ છે.

Image Source

3.અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માનું નામ આજે બોલિવૂડની ટોચની એક્ટ્રેસમાં શામેલ છે. વર્ષ 2017 માં અનુષ્કાએ ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્ન પહેલા અનુષ્કાનું નામ ઘણા લોકો સાથે સંકળાયેલું હતું. તેમાંથી એક નામ અર્જુન કપૂર હતું. સમાચારો અનુસાર બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યું હતું. બંને યશરાજ સ્ટુડિયોમાં ગુપ્ત રીતે મળતા હતા. જો કે બંનેએ આ વાત કદી સ્વીકારી ન હતી.

Image Source

4.સોનાક્ષી સિંહા

અર્જુન કપૂરનું નામ એક સમયે બોલિવૂડની દબંગ અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંને અલગ થઈ ગયા હતા. અર્જુન કપૂરના બ્રેકઅપ પછી સોનાક્ષીનું નામ પણ ઘણા લોકો સાથે જોડાયું હતું.

5.પરિણીત ચોપરા

પરિણીતી ચોપડા અર્જુન કપૂરની પહેલી એક્ટ્રેસ હતી. બંનેએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇશ્કઝાદેથી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. માહિતી મળી હતી કે, ફિલ્મના સેટ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા અને પસંદ કરવા લાગ્યા હતા. જો કે, આ અફેર વધુ સમય ચાલ્યો નહીં અને બંને અલગ થઇ ગયા હતા.