મનોરંજન

મલાઈકાના બર્થડે પર અર્જુન કપૂરે કર્યો ડાન્સ, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

બોલીવુડની દિવા મલાઈકા અરોરાએ ફિલ્મમાં તેની ભૂમિકાથી બધાના દિલ જીતી લીધા હતા. મલાઈકા અરોરા તેની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા ચર્ચામાં રહે છે.


હાલમાં જ મલાઈકાએ તેનો 46મોં જન્મ દિવસ મનાવ્યો હતો. મલાઈકા અરોરાએ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા. એજમાં અર્જુન કપૂર, કરિશ્મા કપૂર, જ્હાન્વી કપૂર, કરીના કપૂર, અનન્યા પાંડે, તારા સુતારીયા જેમાં મશહૂર સિતારાઓનો મેળાવડો જામ્યો હતો.


મલાઈકા અરોરાના બર્થડેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. મલાઈકા અરોરાનો જન્મ દિવસ હોય અને ડાન્સ ના હોય તે વિશ્વાસમાં નહીં આવતું. મલાઈકાની બર્થડે પાર્ટીમાં એક તરફ તેનો બોયફ્રેન્ડ અને ઍક્ટર અર્જુન કપૂર પ્રોપર પટોલા પર ડાન્સ કરતો નજરે ચડ્યો હતો.


તો મલાઈકા અરોરા પણ ધમાકેદાર ડાન્સ કરતી નજરે ચડી હતી. સિલ્વર ડ્રેસમાં મલાઈકા અરોરાની સ્ટાઇલ અને અંદાજ જબરદસ્ત લાગી રહ્યો હતો.


જણાવી દઈએ કે, મલાઈકા અરોરાર જણાવ્યું હતું કે 6 થી 7 વર્ષ બાદ આ પહેલો બર્થડે છે જેમાં તે મુંબઈમાં છે. ત્યારે મલાઈકાએ ફેંસલો કર્યો હતો કે, તેનો બર્થડે દોસ્તો અને ફેમિલી સાથે સેલિબ્રિટ કરશે.

જણાવી દઈએ કે, મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તેની ફોટો અને વિડીયો તેને ચર્ચામાં ખેંચી લાવે છે. આ સિવાય મલાઈકા અરોરા એક્ટરે અર્જુન કપૂર સાથે રિલેશનશિપને લઈને પણ બહુજ ચર્ચામાં રહે છે. બન્નેએ હાલમાં જ તેના રિલેશનશિપનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.