બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલ ન્યુયોર્કમાં વેકેશનની મજા માણી રહયા છે. અર્જુન કપૂરના જન્મદિવસે મલાઈકાએ બંનેની હાથ પકડેલી તસ્વીર શેર કરીને પોતાના પ્રેમસંબંધો પર મહોર લગાવી દીધી છે. ભલે તેમના સંબંધોની ચર્ચાઓ ચારે તરફ થઇ રહી હતી પણ આ પહેલા બંનેએ ક્યારેય પણ જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો ન હતો.
View this post on Instagram
Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always
હવે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ ન્યુયોર્ક વેકેશનની કેટલીક બીજી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. હવે અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને પોતાના દિલની વાત વ્યક્ત કરી છે. અર્જુન કપૂરે ઇન્સ્ટાસ્ટોરીમાં મલાઈકાની એક તસ્વીર શેર કરી છે, જેમાં તે લાલ રંગના હાર્ટ શેપના બેગથી પોતાનો ચહેરો સંતાડી રહી છે. આ તસ્વીર પર અર્જુને લખ્યું છે – She has my heart…

મલાઈકા અરોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી, જે તેને ન્યુયોર્કની પ્રાઇડ પરેડમાં ભાગ લીધો હતો એ સમયની છે. અર્જુન કપૂરે આ તસવીરો લીધી હતી, આ તસ્વીર પર અર્જુન કપૂરે કોમેન્ટ કરી, ‘ફોટોનો શ્રેય?’ જણાવી દઈએ કે ગયા સપ્તાહે જ અર્જુન કપૂરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે, ત્યારે આ સેલિબ્રેટ કરવા માટે બંને સાથે ન્યુયોર્ક ગયા હતા. અર્જુનને જન્મદિવસ વિશ કરવા માટે મલાઈકાએ બંનેની એક ખૂબ જ રોમેન્ટિક તસ્વીર શેર કરી હતી. બંનેની ન્યુયોર્કના આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
મલાઈકા સાથેના સંબંધો માટે અર્જુન કપૂરને ઘણીવાર ટીકાઓનો સામનો કરાવ્યો પડ્યો છે, પણ હવે અર્જુનની ઇન્સ્ટાસ્ટોરી પછી એ સ્પષ્ટ થઇ ગયું છે કે અર્જુનને લોકોની ટીકા-ટિપ્પણીઓથી કોઈ ફરક પડતો નથી. બંને એકબીજાની સાથે સારો સમય વિતાવી રહયા છે.
ફિલ્મની વાત કરીએ તો અર્જુન જલ્દી જ ફિલ્મ પાણીપતમાં જોવા મળશે, જે પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં તેમની સાથે સંજય દત્ત અને કૃતિ સેનન પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઇ શકે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks