આલિયા ભટ્ટે પાર્કમાં બેસીને તસવીરો કરી શેર, અર્જુન કપૂરે કોમેન્ટમાં કહ્યું એવું કંઈક કે તમને પણ આવશે હસું

આલિયા ભટ્ટે વિદેશમાં આવી પતિ રણબીર કપૂરની યાદ, જુઓ શું કરવા લાગી 

આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાના હોલિવૂડ ડેબ્યુ ફિલ્મના કારણે વિદેશમાં શૂટિંગ કરી રહી છે. આ દરમ્યાન તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે તડકામાં એન્જોય કરતી નજર આવી રહી છે. આલિયા ભટ્ટે પીળા કલરનું ટોપ અને ઓલિવ ગ્રીન ટાઈટ્સ પહેરેલું હતું. સાથે જ તેને નો મેકઅપ લુકમાં ખુબ જ રિલેક્સ મૂડમાં લાગી રહી હતી.

આલિયા ભટ્ટે ત્રણ તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં આલિયા ભટ્ટે તેની આખો બંધ કરીને રાખી હતી અને ઉપરની બાજુ મોઢું રાખ્યું હતું. તેમજ બીજી તસવીરમાં જમીન પર સુતેલી નજર આવી રહી છે અને ત્રીજી તસવીરમાં પોતાના મોઢા પર હાથને રાખીને હસતી નજર આવી રહી છે.

આ તસવીરોને શેર કરતા આલિયા ભટ્ટે લખ્યું હતું, ખાલી મારી સનશાઈન આપી દો અને હું મારા રસ્તા પર ચાલીશ.’ તેના આ કેપ્શનમાં અભિનેતા અર્જુન કપૂરે માની લીધું હતું કે કેપ્શનના કારણે તેણે તેના પતિ રણબીર કપૂરની વાત કરી છે. તેના આ કેપ્શનને જોઈને અર્જુન કપૂર થોડી ચૂપ રહેવાના હતા. તેણે આલિયા ભટ્ટને હેરાન કરવા માટે કોઈ કમી બાકી રાખી હતી નહિ.

અર્જુન કપૂરે તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યું હતું કે,’સનશાઈન મુંબઈમાં લવ રંજન સાથે શૂટિંગ કરી રહ્યા છે.’ અર્જુન કપૂરે રણબીર કપૂર વિશે હિન્ટ આપીને આલિયા ભટ્ટને હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખી હતી નહિ. અર્જુન કપૂરે સાથે હસતી ઈમોજીનો પણ ઉપયોગ કર્યો હતો. લોકોને આલિયા ભટ્ટની તસવીરોની સાથે અર્જુન કપૂરની કોમેન્ટ પણ પસંદ આવી રહી છે.

આલિયા ભટ્ટની વાત કરીએ તો અત્યારે તે Gal Gadotની સાથે પહેલી હોલિવૂડ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આ નેટફિલિક્સ થ્રિલર શોમાં Jamie Dornan પણ નજર આવશે. શૂટિંગ માટે નીકળેલી આલિયા ભટ્ટે લખ્યું હતું કે પહેલી હોલિવુડ ફિલ્મની શૂટિંગ માટે જઈ રહી છું. ન્યૂકમર જેવું ફરી મહેસૂસ થઇ રહ્યું છે.

તમે મને વિશ કરી શકો છો.. હું નર્વસ છું.” આલિયા ભટ્ટ કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર પણ જોવા મળશે. આ ઉપરાંત આલિયા ભટ્ટ અને રણબીરની ‘બ્રહ્માસ્ત્ર’ પણ આ વર્ષે રિલીઝ થશે.

Patel Meet