47 વર્ષની મલાઈકા ના ઘરની નજીક અર્જુને સ્કાય વીલા લીધો, વાહ હવે જલસા પડી જશે- જુઓ આલીશાન PHOTOS
ફિલ્મ ‘ઇશ્કઝાદે’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અર્જુન કપૂર વાસ્તવિક જીવનમાં કોઈ ઇશ્કઝાદેથી ઓછો નથી. તેણે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે.
અર્જુન કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યાના નવ વર્ષ થયા છે. તેણે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો કરી છે. અર્જુન કપૂર મલાઈકા અરોરા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર, બંને એકબીજાની પોસ્ટ્સ પર કોમેંટ્સ કરતા રહે છે.
આ સિવાય વેકેશન અને ડેટ પર પણ ઘણી વખત જોવા મળે છે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનો સંબંધ હવે કોઈથી છુપાયેલો નથી. મલાઇકા અરોરા અને અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર ઘણી વખત ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન અર્જુને કહ્યું કે તે હંમેશા સંબંધોમાં એક લિમિટ રાખે છે. તેમજ તેના અંગત જીવન વિશે વધુ વાતો શેર કરતો નથી કારણ કે દરેકનું પોતાનું જીવન હોય છે. દરેકનો પોતાનો ભૂતકાળ હોય છે.
તાજેતરમાં જ પરિણીતી ચોપડા સાથેની ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર”માં જોવા મળ્યા હતા. હવે તે સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડિઝ અને યામી ગૌતમની સાથે ફિલ્મ ‘ભૂત પોલીસ’ માં જોવા મળશે. આ સિવાય મોહિત સુરીના દિગ્દર્શન હેઠળ બનેલી ‘એક વિલન 2’ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન કપૂરની સાથે જ્હોન અબ્રાહમ અને દિશા પટની પણ કામ કરશે.
બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અંગત અને વ્યવસાયિક જીવનને લઈને ચર્ચામાં રહે છે. એવા અહેવાલો આવી રહ્યા છે કે તેણે સંપત્તિમાં રોકાણ કર્યું છે. અર્જુન કપૂરે બાંદ્રામાં 4BHK ઘર લીધું છે. અભિનેતાએ જે બિલ્ડિંગમાં ઘર લીધું છે તે 25 માળની છે, જેમાં ૮૧ વિલા છે. તેના વિલામાં 10 હાઇ-સ્પીડ અને 4 વ્યક્તિગત સી- ફેન્સ, પુલ, જિમ, ફૂડ કોર્નર, લાઇબ્રેરી, પ્લે એરિયા, મિની ગોલ્ફ કોર્સ, સ્પા જેવી અદ્યતન સુવિધાઓ છે.
બોલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, અર્જુન કપૂરના આ વિલાની કિંમત 20 થી 23 કરોડ બતાવવામાં આવી રહી છે. અર્જુન કપૂર પહેલા પણ મલાઇકા અરોરા અને સોનાક્ષી સિન્હા અહીં ઘર લઇ ચૂક્યા છેજોકે અભિનેતાએ આ વિલા વિશે હજી સુધી કંઈ કહ્યું નથી.
અર્જુન કપૂર તાજેતરમાં જ ફિલ્મ “સરદાર કા ગ્રેન્ડસન” માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રકુલપ્રીત અને નીના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.