બર્થ ડે પર મલાઈકાને પ્રેમી અર્જુન કપૂરે કરી જોરદાર કિસ- જુઓ ક્લિક કરીને

0
Advertisement

બોલીવુડમાં દમદાર ફેશન અને સ્ટાઇલ માટે ઓળખવામાં આવતી અભિનેત્રી મલાઈકા અરોરા 23 ઓક્ટોબરના રોજ 46 વર્ષની થઇ ચુકી છે. એવામાં આ ખાસ મૌકા પર ગઈકાલ મંગળવારની રાતે જ મલાઈકા અરોરાએ પોતાના જન્મદિવસ માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું.

બૉલીવુડ એક્ટર અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. ફોટોમાં અર્જુન કપૂર સાથે મલાઈકા નજરે આવી રહી છે. આ ફોટોની ખાસ વાત એ છે કે, ફોટોમાં અર્જુન અને મલાઈકા ઘણા નજીક દેખાઈ છે. આ ફોટોમાં અર્જુન મલાઈકાને કિસ કરતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

♥️

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

ફોટો જ નહીં પરંતુ કેપ્સન પણ ઘણું અલગ હતું. અર્જુને તસ્વીર શેર કરીને કેપ્સનમાં દિલનું ઈમોજી બનાવ્યું છે. આ સાથે જ તસ્વીરનું લોકેશન પણ બતાવ્યું છે. આ તસ્વીર ઇટલીના મિલાનની છે.

મંગળવારની રાતે મલાઈકાના જન્મદિવસની પાર્ટીમાં બોલીવુડની ઘણી હસ્તીઓ પણ શાનદાર અવતારમાં હાજર રહી હતી. પાર્ટીની તસ્વીરો અને વિડીયો પણ સામે આવી ચુક્યા છે.

જણાવી દઈએ કે આગળના છ થી સાત વર્ષ પછી મલાઈકા પોતાના જન્મદીવસ પર પહેલી વાર મુંબઈમાં છે. મોટાભાગે તે જન્મદિવસના મૌકા પર કોઈ કામને લીધે અથવા વેકેશનને લીધે બહાર હોય છે. એવામાં છ વર્ષ પછી મલાઈકાએ મુંબઈના ફાઈવસ્ટાર હોટેલમાં ધમાકેદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

સોશિયલ મીડિયા પર જન્મદિવસની ઉજવણીની ઘણી તસ્વીરો વાઇરલ થઇ રહી છે અને દર્શકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવી રહી છે. મલાઈકા અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે પણ ખાસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
મલાઈકાએ કહ્યું કે,’છ-સાત વર્ષ પછી આ પહેલી વાર છે, કે હું આજે મુંબઈમાં છું. માટે જ મેં નિર્ણય લીધો કે હું અહીં મુંબઈમાં જ મારા મિત્રો અને પરિવારની સાથે જન્મદિવસ ઉજવીશ.’

આ પાર્ટીમાં બોલીવુડના દિગ્ગ્જ લોકો જેવા કે કરણ જોહર, શાનયા કપૂર, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે, અર્જુન રામપાલ, અક્ષય કુમાર, ટ્વીન્કલ ખન્ના, શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા, રાજકુમાર રાવ, તારા સુતરીયા, કરિશ્મા-કરીના કપૂર, ગૌરી ખાન વગેરે જેવા કલાકારો હાજર રહ્યા હતા.

આ મૌકા દરમિયાન મલાઈકાએ સિલ્વર શોર્ટ બેકલેસ ડ્રેસ પહેરી રાખ્યો હતો, જેના પર મિરર વર્ક કરેલું હતું. ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપમાં મલાઈકા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. બહેન અમૃતા અરોરા પણ શિમરી ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

મલાઈકાના જન્મદિસવને વધારે ખાસ બનાવવા માટે દીકરો અરહાન ખાન પણ ખાસ અંદાજમાં હાજર રહ્યો હતો. આ સિવાય મલાઈકાનો બોયફ્રેન્ડ અને અભિનેતા અર્જુન કપૂર પણ પાર્ટીમાં હાજર રહ્યો હતા. આ દરમિયાન અર્જુન-અરહાન
આ સિવાય મલાઈકા-અર્જુને પણ એક સાથે ઘણી તસવીરો અને સેલ્ફી લીધી હતી, જે સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ પણ થઇ રહી છે. તસ્વીરોમાં બંન્ને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.ની ખાસ બોન્ડિંગ પણ જોવા મળી હતી.


આ સિવાય મલાઈકા-અર્જુને પણ એક સાથે ઘણી તસવીરો અને સેલ્ફી લીધી હતી, જે સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ પણ થઇ રહી છે. તસ્વીરોમાં બંન્ને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.


બ્લેક કલરની સ્ટ્રિપ્ડ ડ્રેસમાં કરીના ખુબ જ સુંદર લાગી રહી હતી. આ ડ્રેસની સાથે કરીનાએ લાલ રંગના સેન્ડલ પહેરી રાખ્યા હતા અને શિમરી પર્સ પણ પોતાના હાથમાં રાખ્યું હતું.


હંમેશાની જેમ આ વખતે પણ મલાઈકાની ગર્લ ગેંગ પણ પાર્ટીમાં શામિલ થઇ હતી. અભિનેત્રી જાહ્નવી કપૂર પિન્ક કલરના શોર્ટ ડ્રેસમાં ખુબ જ હોટ દેખાઈ રહી હતી.

તસ્વીરોની સાથે સાથે પાર્ટીનો એક વિડીયો પણ સામે આવ્યો છે જે ફેમસ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં મલાઈકા  મસ્તી સાથે ડાંસ કરતી દેખાઈ રહી છે.


પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. પાર્ટીમાં દરેક કલાકારોએ ખુબ આનંદ માણ્યો હતો. મલાઈકા અરોરા બોલીવુડની ફિલ્મોમાં ઘણા આઈટમ સોન્ગ્સ કરી ચુકી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here