અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલમાં ન્યુયોર્કમાં વેકેશન એન્જોય કરી રહયા છે અને તેમના પ્રેમસંબંધોના કારણે હાલ તેઓની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર મલાઈકા અને અર્જુન બંને પોતાના ચાહકો સાથે આ વેકેશનની તસ્વીરો શેર કરી રહ્યા છે.
ન્યુયોર્કમાં અર્જુન અને મલાઈકા બંને એકબીજા સાથે સારો સમય વિતાવી રહયા છે. આ વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, ત્યારે મલાઈકાએ એક બીજી તસ્વીર શેર કરી છે, જેના પર કોમેન્ટ કરીને અર્જુને મલાઈકા પાસેથી ફોટો ક્રેડિટ માંગી છે. જે હાલમાં તેમના ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મલાઈકા અરોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે, જેમાં તે એક પોલ પકડીને પોઝ આપી રહી છે. આ તસ્વીરમાં મલાઈકાએ સફેદ ક્રોપ ટોપ અને સાથે મલ્ટીકલર જેકેટ પહેરી રહી છે. મલાઈકાએ આ તસ્વીર શેર કરતા લખ્યું, ‘#pride #onlylove #pride #pridenyc.’ આ તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે મલાઈકાએ ન્યુયોર્કમાં પ્રાઇડ પરેડમાં ભાગ લીધો હતો.

મલાઈકાની આ તસ્વીર પર અર્જુન કપૂરે કોમેન્ટ કરીને તેને ફોટો ક્રેડિટ આપવા કહ્યું. અર્જુન કપૂરની આ કોમેન્ટનો અર્થ એવો થઇ શકે છે કે આ તસ્વીર અર્જુને જ ક્લિક કરી છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જયારે અર્જુને મલાઈકાની તસ્વીર પર કોમેન્ટ કરી હોય. આ બને ઘણીવાર તસ્વીરો પર કોમેન્ટ કરીને એક બીજાની મસ્તી કરતા રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks