મનોરંજન

પ્રેમી પંખીડા: આ ટીવી એક્ટરે અર્જુનની સામે મલાઈકા સાથે કર્યું ફ્લર્ટ, અર્જુનનો પીતો ગયો અને…

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની રિલેશનશિપને કારણે આજકાલ ચર્ચામાં રહે છે. અર્જુન અને મલાઈકા બન્ને સાથે જ નજરે આવે છે. હાલમાં જ બન્ને ન્યૂયોર્કથી વેકેશન માણીને પરત ફર્યા હતા.

મલાઈકાએ અર્જુનના બર્થડે ઉપર જ તેના સંબંધને જાહેર કર્યા હતા. પરંતુ હજુ સુધી ઓફિશિયલ કર્યા નથી. ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, ત્યારે મલાઈકા અને અર્જુન ત્યાં પહોંચ્યા હતા. આ એવોર્ડ સેરેમનીમાં શો ના હોસ્ટ કરણ ટૈકરે મલાઈકા અરોરા સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરી તો અર્જુને તેનો જડબાતોબ જવાબ આપ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં કરણ ટૈકરે મલાઈકા અરોરાને કહ્યું હતું કે, ’20 કલાકની મુસાફરી કર્યા બાદ પણ ભયુંજ સુંદર લાગે છે.’ ત્યારે અર્જુન કપૂરે ઉભા થઇને કહ્યું હતું કે,’ બેટા જા પાછળ એક લેડી બેઠી છે, તેને જઈને ફ્લર્ટ કર.’

અર્જુન અને મલાઈકાના આ વીડિયોને તેના ફેન ક્લબમાં શેર કરવામાં આવ્યો છે. ફેન્સ આ વીડિયોને જોઈને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

અર્જુન અને મલાઈકા છેલ્લે 2 વર્ષથી એક-બીજાને ડેટ કરે છે. મલાઈકાના તેના પતિ અરબાઝ ખાન સાથે તલાક થયા બાદ તે અર્જુન સાથે ક્વોલિટી સમય પસાર કરે છે.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

ફેન્સને લાગતું હતું કે, અર્જુન અને મલાઈકા જલ્દી જ લગ્ન કરી લેશે, પરંતુ મલાઈકાએ હાલમાં જ આ વાતનો ખુલાસો કરતા આ અફવાનું ખંડન કર્યું હતું.

 

View this post on Instagram

 

Thank u @neetu54 n Rishi uncle for such a warm n lovely evening 🤗♥️😘#Nyc

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

હાલમાં જ મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે ન્યુયોર્કમાં વેકેશન માણવા ગઈ હતી. આ દરમિયાન પણ તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, તે જલ્દી જ પાનીપતમાં નજરે આવશે. આ ફિલ્મમાં અર્જુન કપૂર સાથે બૉલીવુડ એક્ટ્રેસ કૃતિસેનન પણ લીડ રોલમાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks