મલાઇકા અરોરા સાથે કમાણીની તુલના પર ફૂટ્યો અર્જુન કપૂરનો ગુસ્સો ! કહી આ વાત

એવી તો કેવી તુલના થઇ કે ભડક્યો મલાઈકા ભાભીનો ૧૧ વર્ષ નાનકડો પ્રેમી, જુઓ શું શું સંભળાવી

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમય સુધી રિલેશનશિપમાં છે. બંને ઘણીવાર પાર્ટી અને ઇવેન્ટમાં એકસાથે સ્પોટ થાય છે. અર્જુન કપૂર તેની ફિલ્મો કરતા વધારે તો મલાઇકા સાથેના રિલેશનને લઇને ચર્ચામાં રહે છે. જો કે, આ દરમિયાન કેટલીક એવી ખબરો પણ લખવામાં આવે છે જે તેમને કદાચ પસંદ નથી આવતી. આવી જ એક ખબર પર અર્જુન કપૂર ભડક્યો હતો, જેમાં મલાઇકા અને તેની કમાણીની તુલના કરવામાં આવી હતી.

અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાત પર નારાજગી જતાવતા લખ્ય હતુ કે, આ ઘણુ દુખદ અને શર્મનાક છે કે 2021માં પણ આવી હેડલાઇન્સ બની રહી છે. હા તે સારુ કમાય છે અને અહીં પહોંચી છે એ માટે તેણે વર્ષો સુધી કામ કર્યુ છે. તેની તુલના કોઇના સાથે ન થવી જોઇએ, મારા સાથે પણ નહિ.

જણાવી દઇએ કે, હાલમાં જ કેટલાક મીડિયા રીપોર્ટ્સમાં મલાઇકા અરોરાની પ્રોપર્ટીને લઇને ખબરો આવી હતી. રીપોર્ટ અનુસાર, મલાઇકાની નેટવર્થ લગભગ 100 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ત્યાં એ પણ કહેવામાં આવ્યુ કે, તે એક આઇટમ નંબર માટે 2-3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કેટલાક મીડિયા રીપોર્ટ્સમાં મલાઇકાના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની નેટવર્થ 10 મિલિયન ડોલર એટલે કે લગભગ 74 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ હિસાબે મલાઇકાને અર્જુન કપૂર સાથે કમ્પેર કરતા વધારે અમીર જણાવવામાં આવી. આ વાત પર જ અર્જુન કપૂર નારાજ થઇ ગયા હતા.

મલાઇકાનો ઇનકમ સોર્સ બ્રાંડ એંડોર્સમેન્ટ અને રિયાલિટી શો છે. મલાઇકા 30થી વધારે બ્રાંડ એંડોર્સ કરે છે. આ ઉપરાંત તે મુંબઇમાં યોગા સ્ટુડિયો “દીવા યોગા” ચલાવે છે. જયાંથી તેની કમાણી થાય છે. મલાઇકા અરોરા નચ બલિયે, નચ બલિયે-2, ઝરા નચ કે દિખા જેવા કેટલાક શોમાં જજ રહી ચૂકી છે. ઝલક દિખલા જા અને ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં પણ તેણે જજ તરીકે કામ કર્યુ છે. જે બદલે તે મોટી રકમ ચાર્જ કરે છે.

એક ઇન્ટરવ્યુમાં અર્જુન કપૂરે મલાઇકા અરોરા વિશે વાત કરતા કહ્યુ હતુ કે, જેવી રીતે એક મહિલા તરીકે તેણે 20 વર્ષની ઉંમરથી અત્યાર સુધી કામ કરી જીવનમાં રસ્તો બનાવ્યો છે અને તે તેની પર્સનાલિટી સાથે એક ઇંડિપેંડેંટ વુમન છે. મેં કયારેય તેને ફરિયાદ કરતા જોઇ નથી. મેં કયારેય તેને નેગેટિવ જોઇ નથી. તે હંમેશા સમ્માન સાથે પોતાનું કામ કરવુ પસંદ કરે છે.

અર્જુન કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો, આ વર્ષે તેની બે ફિલ્મો “સંદીપ ઔર પિંકી ફરાર” અને “સરદાર કા ગ્રૈંડસન” ઓનલાઇન રીલિઝ થઇ છે. અર્જુન કપૂર ભૂત પોલિસમાં પણ જોવા મળવાનો છે અને તેની મોટી સ્ટારકાસ્ટ વાળી ફિલ્મ “એક વિલન રિટર્ન્સ” પણ રીલિઝ થવાની છે.

કાર કલેક્શનની વાત કરીએ તો, મલાઇકા પાસે લગ્ઝરી ગાડીઓ છે. તેમાં BMW અને રેંજ રોવર કાર ઉપરાંત મુંબઇમાં એખ આલીશાન એપાર્ટમેન્ટ પણ છે. આ ઘરની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે. મલાઇકા અહીં તલાક બાદ તેના દીકરા અરહાન ખાન સાથે રહે છે.

ત્યાં જ અર્જુન કપૂરની વાત કરીએ તો, તેણે હાલમાં જ એક નવો ફ્લેટ ખરીદ્યો છે. આ ઉપરાંત તેની પાસે એક મુંબઇમાં લગ્ઝરી ઘર છે. તેણે જે નવો ફ્લેટ ખરીદ્યો છે તે તેની ગર્લફ્રેન્ડ મલાઇકાના ઘર પાસે જ છે. આ ફ્લેટની કિંમત 20 કરોડ જણાવવામાં આવી રહી છે.

કાર કલેક્શનની વાત કરીએ તો, અર્જુન પાસે મર્સિડીઝથી લઅને ઓડી સુધી ઘણી લગ્ઝરી ગાડીઓ છે. તેની પાસે મર્સિડિઝ એમએલ 350, ઓડી ક્યુ5, લૈંડ રોવર ડિફેંડર, હોન્ડા CRV જેવી કારો છે. અર્જુન એક ફિલ્મ માટે 5થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

Shah Jina